સુરેન્દ્રનગર, તા.૯
રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસુલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલની માંગ સાથે તારીખ ૯ ડિસેમ્બર થી રાજ્ય વ્યાપી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે ૩૦૦ થી વધુ કર્મચારીઓએ આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં અચોક્કસ મુદ્દત પર હડતાળ પર ઉતરી અને વિવિધ સરકાર સમક્ષ માંગણીઓનો નિકાલ લાવવા માંગ કરી હતી. મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ હવે સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફુક્યું છે. મહેસુલી કર્મચારીઓના બદલી, બઢતી, સિનિયોરીટીની યાદી તૈયાર કરવી સહીતના પ્રશ્નો અંગે લાંબા સમયથી સરકાર દ્વારા કોઇ નિર્ણય કરવામાં ન આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.
આજથી મહેસુલના ૩૦૦ થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદત પર હડતાળ પર ઉરતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી અને વિવિધ ગામોમાં મહેસૂલી કામો બંધ રહેતા અરજદારોને ધકક્કા ખાવા પડેલ.