સુરેન્દ્રનગર, તા.૩
ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કુલ જિલ્લામાં કોરોના વાયરસ ના ૪૦ કેસો પોઝિટિવ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટના એક જાણીતા વેપારીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા આ વેપારીને પોઝિટિવ આવવા પામ્યો હતો. જેની ટ્રાવેલિંગની વિગત સુરત તરફની હોવાનું બહાર આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાની રતનપર પોલીસ સ્ટેશન પાછળ આવેલ જંબુ દીપ સોસાયટીમાં એકી સાથે બે કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને આ બંને પતિ પત્ની હોવાનું પણ બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ખાતે જોરાવર નગર પોલીસ સ્ટેશન પાછળ રહેતા ૧ નીલમબેન સોહિલભાઈ ઉવ ૨૮ અને ૨ સોહિલભાઈ હબીબભાઈ ઉવ ૩૨ વાળાઓના કોરોના ટેસ્ત રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે.
ત્યારે હાલમાં જંબુદીપ સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે અને સોસાયટીના રહેવાસીઓને બહાર નહીં નીકળવા દેવા માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ કોરોના વાયરસના કેસો સામે આવતા જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૪૨ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.