સુરેન્દ્રનગર,તા.પ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાએ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા સુચના આપી હતી. જેને પગલે લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. જી.આર. ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે લીંબડી હાઈવે નજીક ચાર રસ્તા પાસેથી શંકાને આધારે પરપ્રાંતિય પ્રમોદગોર (ઉ.વ.ર૩, હાલ રહે.મોરબી)ને દેશી બનાવટની પિસ્તોલ રૂા.પ૦૦૦ સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.