(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૬
મૂળી તાલુકાના નવાણિયા ગામના યુવરાજસિંહ અને નરેન્દ્રસિંહ લીંબડી કોર્ટમાં મુદ્દતે આવતા. સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર અજાણ્યા શખ્સો દ્વારા તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળી તાલુકાના નવાણિયા ગામે રહેતા યુવરાજસિંહ અને નરેન્દ્રસિંહ નવાણિયા ગામથી લીંબડી કોર્ટમાં મુદ્દતે આવી રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર લીંબડી હાઈવે ઉપર તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળેે દોડી ગયો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ અને નરેન્દ્રસિંહે ચાર રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા વ્યક્ત કરી હતી અને જૂની અદાવતને લઈ ફાયરિંગ થયાનું જણાવ્યું હતું.