સુરેન્દ્રનગર, તા.પ
સુરેન્દ્રનગર વઢવાણ સયુંકત નગરપાલિકાના સફાઈ કામદારના ૨.માસનો પગાર બાકી તેમજ કામદાર ના ૮ કલાકને બદલે ૪ કલાક કરી પડ્યા કામદારને છુટા કરી દીધા ત્યારે ન છુટકે તેઓએ પ્રતીક ઉપવાસ ઉતારવાની ફરજ પડી ત્યારે સફાઈ કામદાર યુનિયન પ્રમુખ મયુરભાઈ પાટડીયા આજે કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ રાયા રાઠોડ પાટડી દસાડાના કોંગ્રેસના નવસાદ સોલંકી ધારાસભ્યને બોલાવીને જાહેરમાં ચિફઓફિસર પંડયાને સફાઇ કામદારની માંગણીઓ બાબતે ચર્ચા કરી જો સોમવાર સુધીમાં આ બાબતે નિર્ણય લેવો અન્યથા જલદ આંદોલન છેડવામાં આવશે એવી ચીમકી આપી હતી. આ સમયે પ્રદેશ મંત્રી નિલેશ વાઘેલા ગિરિરાજસિંહ ફીણાભાઈ સી.એન ચાવડા. ભરત બાર. મહેદ્ર પરમાર તેમજ કૉંગ્રેસ કાર્યકર્તાઓ હાજરી આપેલ હતી.