(એજન્સી) વોશિંગ્ટન, તા.૭
અમેરિકાના અધિકારીઓ એક વિચલિત કરનાર સંદેશની તપાસ કરી રહ્યા છે, જે સંદેશ ન્યુયોર્કના એર ટ્રાફિક કન્ટ્રોલરને મોકલાયો હતો. અપશુકનિયાળ સંદેશમાં ધમકી અપાઈ હતી કે અમે ઈરાનના ઉચ્ચ હોદ્દો ધરાવતા જનરલ કાસીમ સુલેમાનીની ગયા વર્ષની શરૂઆતમાં કરાયેલ હત્યાનો બદલો લેવા કેપિટલ હિલ પર બુધવારે હુમલો કરીશું. ઓડિઓ મેસેજમાં કહ્યું હું કે અમે બુધવારે કેપિટોલ હિલમાં વિમાન ઉડાડીશું. સુલેમાનીની હત્યાનો બદલો પૂર્ણ થશે. અમેરિકાના અધિકારીઓ આ ધમકીને વિશ્વસનીય ગણતા નથી તેમ છતાંય એમણે તપાસ શરુ કરી છે, નિષ્ણાંતોનું માનવું છે કે ધમકી અંગે ચિંતા થવી જોઈએ કારણ કે એના લીધે પાયલોટોને અપાતા નિર્દેશો પર અસર થઇ શકે છે. આ સંદેશ ૩જી જાન્યુઆરીએ મળ્યુંહતું, બરાબર એક વર્ષ પહેલા આજ તારીખે સુલેમાનીની હત્યા બગદાદના એરપોર્ટ પાસે અમેરિકાના દરોડા દરમિયાન કરવામાં આવી હતી. જે તે વખતે ઈરાન દ્વારા બદલો લેવાની સંભવિતતા જણાવતી હતી.