(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
ભારતના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ ચાર નારાજ ન્યાયધિશો સાથે મુલાકાત કરીને તેમની સાથે તમામ મુદ્દે ચર્ચા કરી હોવાનું ટોચના સૂત્રોએ કહ્યું હતું. સૂત્રોએ કહ્યું કે બરફ ઓગળવાની શરૂઆત થઈ છે. એટર્ની જનરલ વેણુગોપાલે પલટી મારતાં એવું કહ્યું હતું કે આ વિવાદનો ઉકેલ આવ્યો નથી. અભુતપૂર્વ વિવાદ પાછળ જસ્ટિસ લોયાનું અપમૃત્યુ હતું. ચાર પૈકીના એક જજે જસ્ટીસ લોયાના મોતની તપાસ કરવાની માગ કરી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ કેસને હાથ પર લીધો હતો. ખુદ એટર્ની જનરલ કેકે વેણુગોપાલે પણ સ્વીકાર કર્યો છે કે આ વિવાદનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી.
૧. ચીફ જસ્ટીસ મિશ્રાએ ચાર જજો- જસ્ટીસ જસ્તી ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર, તથા કુરિયન જોસેફ સાથે લાંબી ચર્ચા કરી હતી.
૨. સૂત્રોએ કહ્યું કે ન્યાયધિશો આજે પણ ચર્ચાવિચારણા કરાવનું ચાલુ રાખશે. તેમણે ઉમેર્યું કે વાતચીત સાચી દિશામાં ચાલી રહી છે.
૩. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવા માટે લગાતાર સુલેહના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર તેમની વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.
૪. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીફ જસ્ટિસે સંવાદહિનતાને દૂર કરવા માટેની એક કોશિશ કરી હતી. એટલા માટે ચાર નારાજ જજો સાથે મુલાકાત કરવામાં આવી.
૫. સૂત્રોએ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે ચીફ જસ્ટિસે પોતાની વતી શાંતિ પ્રસ્તાવને પહેલ કરી છે. આ પહેલા ચીફ જસ્ટીસે ચાર નારાજ જજો સાથે ચાય પે ચર્ચા કરી હતી.
૬. એટર્ની જનરલ વેણુગોપાલના દાવાની વિપરીત, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના અધ્યક્ષ મનન મિશ્રાએ કહ્યું હતું કે હવે કોઈ વિવાદ નથી.
૭. વેણુગોપાલે એવું કહ્યું કે ધ હિન્દુના એક રિપોર્ટ પરથી મને એવું લાગી રહ્યું છે આ વિવાદનો હજુ સુધી અંત આવ્યો નથી.
૮. આ પહેલા ચીફ જસ્ટીસ અને ચાર જજો વચ્ચે ચા-કોફી પર ચર્ચા ચાલી ચીફ જસ્ટીસના કોર્ટરૂમમાં જસ્ટીસ ચેલમેશ્વર, જસ્ટીસ રજંન ગોગોઈ, મદાન લોકુર અને કુરિયન જોસેફના વિદ્રોહનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે તેમણે હસીને વાત ટાળી દીધી હતી.
૯. જસ્તી ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર, તથા કુરિયન જોસેફે ચીફ જસ્ટીસ પર રોસ્ટર તૈયાર કરવામાં ભેદભાવનો આક્ષેપ કર્યો હતો.
૧૦. હવે ચીફ જસ્ટીસની ચાર જજો સાથેની મુલાકાત બાદ આગળ કયા પ્રકારનો ઘટનાક્રમ સર્જાશે તે જોવાની વાત રહે છે.
સુલેહની પહેલ : ચીફ જસ્ટિસ ચાર ન્યાયાધીશોને મળ્યાં, બરફ પીગળવાની શરૂઆત થઈ : સૂત્ર

Recent Comments