અમદાવાદ, તા.૨૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની ચાર હોસ્પિટલોમાં પ્રાઈવેટ બેડ ક્વોટાની સરખામણીએ એએમસી બેડના દર્દીઓને ઓછી અને ખામીમુક્ત સેવાઓ અપાતી હોવાનું કમિટીએ રિપોર્ટ આપતા કોવિડ હોસ્પિટલ તરીકે તાત્કાલિક અસરથી રદબાતલ કરી છે. એટલુ જ નહીં હવે આ હોસ્પિટલમાં કોવિડનો કોઈપણ દર્દી ખાનગી કે એએમસી ક્વોટા પર સારવાર લઈ શકશે નહીં. કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘી એપેડેમીક એક્ટ ૧૮૯૭ અંતર્ગત ૧૬મી મે ૨૦૨૦ના રેકવીઝીશન હુકમ અંતર્ગત શહેરની પાલડીમાં આવેલ બોડીલાઈન હોસ્પિટલ, આશ્રમરોડ પર આવેલ સેવિયર એનેક્સ હોસ્પિટલ, સેટેલાઈટ પર તપન હોસ્પિટલને કોવિડ કેર હોસ્પિટલ તરીકે નોટીફાઈડ કરી હતી. એએમસી દ્વારા વિવિધ કોવિડ હોસ્પિટલની ચકાસણી માટે ચાર સભ્યોની મેડિકલ એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા ઉપરોક્ત ચારેય હોસ્પિટલ સ્થળ તપાસ કરતા વધુ કેસ ફેટાલીટી રેટ, ઓછા બેડ, ઓછી એક્યુપન્સી, પ્રાઈવેટ બેડ ક્વોટાની સરખામણીએ એએમસી બેડ ક્વોટોમાં ખુબ જ ઓછા દર્દીઓને સારવાર સંતોષકારક ડેટા મેનેજમેન્ટનો અભાવ વગેરે બાબતો ધ્યાન પર આવતા કમિટીએ ઉપરોક્ત ચાર હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે ડિનોટિફાય કરવા અંગે ભલામણ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત કર્યો હતો. આ રિપોર્ટના આધારે મ્યુનિસિપલ કમિશ્નરે ચારેય હોસ્પિટલોને તત્કાલિક અસરથી ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ડિનોટીફાય કરી છે. આથી આ ચારેય હોસ્પિટલ એએમસી ક્વોટો કે પ્રાઈવેટ ક્વોટોના બેડ પર કોઈપણ નવા કોવિડ દર્દીઓ લઈ શકશે નહીં.