(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા,તા.૩૦
માળિયા કચ્છ નેશનલ હાઇવે પર સુરજબારી પુલ નજીક મોડીરાત્રે બે ટ્રક વચ્ચે ગમ્ખવાર અક્સમાત સર્જાયો હતો. જેમા ટ્રક ડ્રાઈવરનું કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર માળિયા સુરજબારી વચ્ચે મોડીરાત્રીના કચ્છ હાઇવે પર સુરજબારી પુલ નજીક જીજે-૧૨-બીવી ૭૬૪૪ નંબરનું ટ્રેલર ઉભુ હતુ. દરમિયાન આરજે-૫૨-જીએ-૩૭૯૩ વાળા ટ્રકના ચાલકે ટ્રેલરની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. કચ્છ તરફથી પૂરપાટ ઝડપે આવતો ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રક ડ્રાઇવર ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં ટ્રકમાં ફસાઈ ગયો હતો. જેને ૧૦૮ની ટીમે દોઢેક કલાકની જહેમત બાદ બહાર કઢાયો હતો. અકસ્માતની જાણ ૧૦૮ને થતા જ ઘટનાસ્થળે મોરબી ૧૦૮ના પાયલોટ દાઉદભાઈ અઘામ અને દીપકભાઈ ચુડાસમા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દોઢેક કલાકની જહેમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને તાત્કાલિક મોરબી સારવારમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ટ્રક ડ્રાઈવરને સારવાર મળે તે પહેલા જ અધ વચ્ચે મૃત્યુ નીપજ્યુ હતું. ડ્રાઈવર છેલ્લી ઘડી સુધી પોતાના ભાઈને યાદ કરતો હોવાની દુઃખદ કહાણી દાઉદભાઈએ જણાવી હતી.