(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.ર૧
મધ્યપ્રદેશથી પોરબંદર તરફ મજૂરી કામ અર્થે જતી મધ્યપ્રદેશની મહિલાને છોટાઉદેપુર પાસે ઢાબા પર ટ્રાવેલ્સ બસમાં સૂવાની સીટ આપવાના બહાને બસની છત પર લઈ બળાત્કાર ગુજારી બસને પોરબંદર તરફ લઈ જઈ બળાત્કાર કરતાં બે બળાત્કારીઓને વાહન સાથે પોરબંદરના રાણાવાવ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે અને ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા પોલીસ મથકે ટ્રાન્સફર કરી છે.
પોરબંદર જિલ્લાના પોલીસ કન્ટ્રોલ રૂમને ટેલિફોનિક માહિતી મળેલ કે મધ્યપ્રદેશ તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં એક મહિલા પર બળાત્કાર થઈ રહેલ છે તેવી માહિતી આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા સ્ટાફના દ્વારા જરૂરી નાકાબંધી વાહન ચેકિંગ કરી મધ્યપ્રદેશથી આવતી ટ્રાવેલ્સ બસને રોકીને તપાસ કરતા અંદરથી ભોગ બનનાર મહિલાને સહી સલામત ઉતારી પૂછપરછ કરતા આ બસના ડ્રાઈવર અને ક્લીનર દ્વારા છોટાઉદેપુર ખાતે ઢાબા પર સૂવા માટે સીટ આપવાના બહાના તળે મહિલાને ફોસલાવીને બસની છત પર લઈ જઈ તેની સાથે તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. આરોપીઓને કનૈયા ઉર્ફે સાળુભાઈ ડાગી ભીલ (ઉ.વ.૪૬) અને કપિલ સંતોષભાઈ ભાટી (રહે.બંને મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી તેઓના વિરૂદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ગેંગરેપનો ગુનો નોંધી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને મોકલી આપી છે.