(એજન્સી) સઉદી અરબ, તા.૪
હજારો નહિ તો લગભગ સેંકડો કાળા આફ્રિકન પ્રવાસીઓને સઉદી અરબના કોરોના વાયરસના અટકાયતી કેન્દ્રોમાં નરક જેવી સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે, જે લીબિયાના ગુલામોની કેમ્પોની યાદ અપાવે છે. સન્ડે ટેલીગ્રાફની તપાસમાં અહેવાલ રજૂ કરાયો છે. પ્રવાસીઓએ કેન્દ્રની તસ્વીરો પોતાના ફોનમાં રેકોર્ડ કરી છે. જેમાં દર્શાવાઈ રહ્યું છે કે નાના રૂમમાં સેંકડો પુરૂષો લાઈનમાં સૂઈ રહ્યા છે. ઘણા લોકોએ પોતાના આંતર વસ્ત્રો પણ કાઢી નાંખ્યા છે. એક ઇથોપીયાના નાગરિક અબેબેએ જણાવ્યું કે અહીં નરક છે, અમારી સાથે પશુઓની જેમ વર્તન કરાય છે અને રોજ માર મારવામાં આવે છે. અન્ય વ્યક્તિએ જણાવ્યું કે ગાર્ડો મૃતદેહોને બહાર એ રીતે ફેંકી રહ્યા છે જાણે કચરો ફેંકી રહ્યા છે. જયારે એવું માનવામાં આવે છે કે એક ૧૬ વર્ષીય તરૂણ આ પરિસ્થિતિઓમાં રહી નહિ શક્યો જેથી એમણે આત્મહત્યા કરી હતી. અમુક પ્રવાસીઓએ પોતાની પીઠ પરની ઈજાઓ દર્શાવી હતી જે ગાર્ડોના મારના લીધે થઇ હતી. અન્ય અટકાયતી કેન્દ્રોમાં મહિલાઓ રહે છે. મોટાભાગના લોકો ઇથીઓપિયાના હોવાના જણાય છે જેઓ પોતાના દેશની ગરીબીને લઇ સઉદી આરબમાં આવ્યા હતા. એમનામાંથી ઘણા લોકોને એજન્ટો લઇ આવ્યા હતા અને ઘણા અમુક લોકો માનવ તસ્કરી દ્વારા અહિં આવ્યા હતા. હજારો લોકો પોતના ઘરે પાછા ગયા છે. અમુક આફ્રિકન પ્રવાસીઓ યુદ્ધગ્રસ્ત યમનમાંથી આવ્યા છે. સઉદી અરબના દક્ષિણ ભાગના અટકાયતી કેન્દ્રોના ફોટાઓ દ્વારા જોઈ શકાય છે કે પ્રવાસીઓને કઈ રીતે ત્રાસ આપવામાં આવી રહ્યું છે. એમની સુરક્ષા અને સ્વમાનની કોઈ કિંમત નથી. માર્ચ મહિનાથી કોરોના વાયરસ ફાટી નીકળ્યા પછી સઉદી સત્તાવાળાઓને ભય હતું કે આફ્રિકન પ્રવાસીઓ જે મોટા ભાગે ગીચતામાં રહી રહ્યા છે તેઓ કોરોનાના કેરિયર્સ છે. એપ્રિલના પ્રથમ ૧૦ દિવસોમાં લગભગ ૩૦૦૦ પ્રવાસીઓને ઇથીઓપિયામાં મોકલવામાં આવ્યા હતા. પ્રવ્સીઓ સાથે કરાતો આ વર્તન ફક્ત મહામારીના લીધે જ નથી પણ. સઉદીના શાસકો દ્વારા સઉદીકરણને વધુ મહત્ત્વ આપવામાં આવતો હોવાથી આફ્રિકન પ્રવાસીઓ સામે નફરત ઊભી થઇ છે.