(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
જયશ્રી રામના નારેબાજી સાથે બજરંગ દળ અને શિવસેનાના કાર્યકરોએ અયોધ્યામાં પ્રતિબંદિત આદેશનું ઉલ્લંઘન કરીને વિજય સરઘસ કાઢ્યું હતું. બુધવારે બાબરી મસ્જિદ વિધ્વંસની ૨૫ મી જયંતિની ઉજવણીના માનમાં શહેરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સ્થાનિક પ્રશાસન દ્વારા શહેરમાં ૧૪૪ ની કલમ લાગુ પાડીને ચાર માણસો કરતાં વધારે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેનો છડેચોક ભંગ કરવામાં આવ્યો. બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ રહેલી વાર આવું સરઘસ કાઢવામાં આવ્યું અને જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યાં. શિવસેનાના કાર્યકરોએ સરયૂ નદીમાં ડૂબકી લગાવીને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પુનઃસંકલ્પ લીધો હતો. ભાજપ રાજ્યસભા સાંસદ વિનય કટિયારે કહ્યુંમ કે મને ખબર પડતી નથી કે મીડિયા શા માટે આ જગ્યાને વિવાદીત જગ્યા ગણાવે છે. અમે સાચા માલિકો છીએ.