મુંબઈ, તા.ર

મુંબઈ સી-ગ્રીન વેલ્ફેર ફાઉન્ડેશન અને જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રાના ડોટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૧૪૦ જરૂરિયાતમંદ લોકોને રેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના રોગચાળામાં, સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. કામકાજના અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મુંબઈની સી-ગ્રીન વેલ્ફેર ફાઉન્ડેશન અને જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રાના સહયોગથી ડોટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૧૪૦ એચ.આય.વી.ના દર્દીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, તમામ રાશન વિતરણ મુંબઈમાં નાગપાડા ખાતે વુડ ઈન્ટરનેશનલની ઓફિસમાં કરવામાં આવેલું  કોરોના વાયરસના રોગચાળાને કારણે માસ્ક વિતરણ પણ થઈ રહ્યું છે. પરંતુ આજે આ જૂથોના લોકોએ મુંબઈના કમાઠીપુરાની મહિલાઓને રાશન કિટનું વિતરણ કર્યું અને તેમના જૂથની એક અલગ ઓળખ બનાવી.