ન્યૂયોર્ક આધારિત બ્રિટિશ ફાઉન્ડેડ અમેરિકન મલ્ટીનેશનલ કોર્પોરેશન- સોથેબીએ
એક કાશ્મીરી કલાકાર દ્વારા ૧૯મી સદીમાં હસ્તલિખિત કોપીને ૧,૩૭,૫૦૦
પાઉન્ડમાં વેચી હતી, જેની આશરે કિંમત ૧.૩૦ કરોડ રૂપિયા થાય છે
(એજન્સી) તા.૧૬
ન્યુયોર્ક આધારિત બ્રિટિશ ફાઉન્ડેડ અમેરિકન મલ્ટીનેશનલ કોર્પોરેશન- સોથેબીએ એક કાશ્મીરી કલાકાર દ્વારા ૧૯મી સદીમાં હસ્તલિખિત કોપીને ૧,૩૭,૫૦૦ પાઉન્ડમાં વેચી હતી. જેની આશરે કિંમત ૧.૩૦ કરોડ રૂપિયા થાય છે. ૧૯મી સદીમાં હસ્તલિખિત આ કોઈ સૌથી શ્રેષ્ઠ પાંડુલિપિઓ પૈકી એક હતી. દુનિયામાં સૌથી અદભૂત કલાકારીઓ, ઘરેણાં, રિયલ એસ્ટેટ તથા અનેક અમૂલ્ય વસ્તુઓનો સંગ્રહકર્તા કહે છે કે આ પાંડુલિપિને ક્રિસ્ટી લંડનમાં આયોજિત એક હરાજીમાં પણ મૂકાઈ હતી. આ માહિતી એક સ્થાનિક અખબારે આપી હતી.
આ કુર્આન શરીફ વિશે માહિતી આપતાં સોથેબીએ તેની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું હતું કે આ કુર્આન શરીફ મોહમ્મદ હસન દ્વારા સુશોભિત કરાયું છે અને કાશ્મીરના મોહમ્મદ ઈસ્માઈલ દ્વારા તેની કોપી કરવામાં આવી છે. ૫૪૪ પાના સહિત ૩ ફ્લાય લિવ્સ પણ તેમાં સામેલ છે. એક પાના પર ૨૪ લાઈનો લખેલી છે. તેને કાળી શાહી વડે લખવામાં આવી છે. અબ્દુલ અઝીજ મુગલના નામે હસ્તાક્ષર કરેલા પણ દેખાય છે. તેને જુદા જુદા ફ્લાવર તથા અન્ય સુવર્ણ રંગોથી પણ સુશોભિત કરાયું છે. ખાસ કરીને ગોલ્ડનો પ્રયોગ કરાયો છે. જ્યારે આ પાંડુલિપીને હરાજી માટે રજૂ કરવામાં આવી હતી ત્યારે પણ તેની હાલત એકદમ જોરદાર હતી.
૧૯મી સદીમાં કાશ્મીરમાં રજૂ કરાયેલ આ સૌથી સારી પાંડુલિપીઓમાં સામેલ કુર્આન શરીફ છે. તેના બાઈન્ડર તથા પેટ્રોનના નામ પણ તેમાં સમાવાયા છે. આ કુર્આન શરીફ અત્યંત દુર્લભ છે. તેને અત્યંત વૈભવી રીતે તૈયાર કરાયું હતું. કુર્આનની કોપી કરનારામાં હસનનું નામ સામેલ છે જ્યારે તેની તફસીર રજૂ કરનારામાં મોહમ્મદ ઈસ્માઈલનું નામ છે. વચ્ચોવચ તેમના નામનો ઉલ્લેખ કરાયો છે. તેના પર અઝીજ મુઘલના હસ્તાક્ષર જોવા મળે છે. આઉટર બોર્ડર પર ૧૨૪૬ એએચ/૧૮૩૧ એડીનો ઉલ્લેખ છે. ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (આઈએનટીએસીએચ) સાથે સંકળાયેલા સંયોજક મોહમ્મદ એમ.સલીમ બેગ કહે છે કે આ અદભૂત કલાકારીને મળેલી કિંમત બદલ હું ખુશ છું. આ અત્યંત દુર્લભ કુર્આન શરીફ હતું અને અમને આશા છે કે જેને પણ આ ખરીદયું છે તે તેને જીવ કરતાં પણ વધુ સારી રીતે સાચવશે.
Recent Comments