(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
ભાજપ વિરોધી મહાગઠબંધન કરવાના આશયથી યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના સત્તાવાર નિવાસસ્થાન ૧૦ જનપથ ખાતે વિપક્ષી પાર્ટીઓને ડિનર માટે આમંત્રિત કર્યાં તેમાં ૧૭ વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો. મુખ્ય વિપક્ષી પાર્ટીઓની ઉપરાંત, ઝારખંડના બાબુલાલ મરાંડી અને જીતમ રામ માંઝી પણ ડિનરમાં ભાગ લેવાના છે. ઉદારમતી પાર્ટીઓ સુધી પહોંચવા કોંગ્રેસ દ્વારા ભરવામાં આવેલું આ મહત્વનું છે. સોનિયાએ ગત અઠવાડિયે મુંબઈમાં કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવી અઘરૂ કામ છે તેમ છતાં પણ મને કોંગ્રેસ કે કોંગ્રેસની આગેવાની વાળા ગઠબંધનની ૨૦૧૯ માં સત્તા વાપસીની આશા છે. જો આપણે મોકળા મને વિચારવું હોય અને દેશની ચિંતા હોય તો પછી આપણે સાથે આવવું જ રહ્યું. એનસીપીએ સૂત્રોએ કહ્યું કે ડિનર માટે ટીઆરએસને પણ આમંત્રિત કરવામાં આવી છે. ૧૭ વિપક્ષી પાર્ટીઓમાં એસપી, એઆઈયુડીએફ, એનસીપી, આરજેડી, એનસી, આરએલડી, ડાબેરી, સીપીઆઈએમ, બીએસપી, ડીએમકે, આરએસપી, ટીએમસી, હમ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી સામેલ છે.