(એજન્સી) તા.૧૮
સોનિયા ગાંધીએ બુધવારે સંજય ઝાને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પદેથી હટાવી દીધા હતા. હકીકતમાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સંજય ઝાએ એક અખબાર માટે લેખ લખ્યો હતો, જેમાં કોંગ્રેસ પાર્ટીની ટીકા કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ બુધવારે સંજય ઝાને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પદેથી હટાવ્યા બાદ અભિષેક દત્ત અને સાધના ભારતીની તાત્કાલિક કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પેનલિસ્ટ તરીકે નિમણૂક પણ કરી દીધી હતી. કોંગ્રેસ પાર્ટીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે પણ મંજૂરી આપી દીધી છે કે સંજય ઝાને તાત્કાલિક અસરથી એઆઈસીસીના પ્રવક્તા પદેથી હટાવવામાં આવે. થોડા દિવસો પહેલા સંજય ઝાએ ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં એક ઓપિનિયન કોલમ લેખમાં લખ્યુ હતું કે, ‘કોંગ્રેસે અસાધારણ આળસ દાખવ્યો છે અને તેના પોતાના રાજકીય અપ્રચલિતતા પ્રત્યેનું અભદ્ર વલણ આશ્ચર્યજનક છે’ રાષ્ટ્રીય અખબારના લેખમાં તેમણે લખ્યુ હતું કે, ‘હું કાણાને કાણો કહેવા માંગુ છુંઃ (કોંગ્રેસ) પાર્ટીને ઉભા કરવા અને તાકીદની ભાવના સાથે ચલાવવા માટે કોઈ ગંભીર પ્રયાસ કરવામાં આવ્યા નથી.
પાર્ટીના પ્રવક્તા પદેથી કઢી મૂકાયા બાદ સંજય ઝાએ એક ટિ્‌વટ કયુર છે અને લખ્યુ છે કે,’પંડિત નહેરુ એ એક વખત આવી જ રીતે એક અખબારમાં ‘નિરકુંશ’ બનવા સામે ચેતાવણી આપતો સ્વ-આલોચના કરતો લેખ લખ્યો હતો.તે જ સાચી કોંગ્રેસ છે; લોકશાહી, ઉદારવાદી, સહિષ્ણુ, સમાવિષ્ટ. અમે તે મૂલ્યોથી ઘણા દૂર ગયા છે. કેમ ?’ સંજય ઝાએ એમ પણ કહ્યુ છે કે, ‘આ મંતવ્યો સાથે પાર્ટીમાં તેઓ એકલા જ નથી,પક્ષમાં ઘણા એવા લોકો છે જેઓ આ કલ્પનાશીલ સૂચિને સમજી શકતા નથી. ઉદાહરણ તરીકે, મારા જેવા કોઈને માટે ગાંધીવાદી ફિલસૂફી અને નહેરુવીયન દ્રષ્ટિકોણથી કાયમી ધોરણે લગ્ન કર્યાં છે જે કોંગ્રેસને વ્યાખ્યા આપે છે, તે તેનું દુઃખદાયક વિઘટન જોઈને નિરાશ છે.’સંજય ઝાએ ૨૦૧૩ થી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સેવા આપી છે. ગયા મહિને તેમણે કોરોનાવાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું.