અમરેલી, તા.૯
સાવરકુંડલામાં ગઈકાલે રાતના તસ્કરોએ બે દુકાન અને બે રહેણાંક મકાનને નિશાન બનાવી સોનીની દુકાનમાંથી ૩પ કિ.ગ્રા.ની ચાંદીના દાગીના અને રહેણાંક મકાનમાંથી બે બાઈક સહિત કુલ રૂા.૭.૮૧ લાખના માલમતાની ચોરી કરી કડકડતી ઠંડીમાં મીઠી નિંદર માણતી જનતાની અને પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. સીસીટીવીમાં કેન્દ્રીત ચાર તસ્કરો સામે પોલીસ ફરિયાદન નોંધાયેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાતના રથી રઃ૩૦ દરમ્યાન ફક્ત અડધો કલાકમાં સાવરકુડલાના ગાંધીચોકમાં આવેલી ભરત જ્વેલર્સ નામની બંધ દુકાનના તાળા તોડી દુકાનમાં રાખેલ તિજોરીના લોક તોડી તેમાં રાખેલ ૩પ.૩૦૦ કિગ્રાના ચાંદીના દાગીના કિ.રૂા. ૭.પ૧ લાખની ચોરી કરી તસ્કરોએ બાજુમાં આવેલ આનંદ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ શિવ લીલા સોસાયટીમાં ત્રાટકેલ હતા જ્યાં બે મકાનોને નિશાન બનાવી એક મકાનના ફળિયામાં પાર્ક કરેલા બે મોટર સાયકલ કિ.રૂા. ૩૦ હજાર સહિત કુલ રૂા.૭.૮૧ લાખની માલમતાની ચોરી કરી નાસી છૂટેલ હતા. સીસીટીવીમાં કેન્દ્રીત થયેલા ચાર અજાણ્યા શખ્સો સામે ગઈકાલે સાવરકુંડલા સિટી પોલીસમાં દુકાન માલિક ભરત કિશોરભાઈ ધકાણે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી.