(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
શહેરના ઉધના દરવાજા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આવેલી એક સોફટવેર કંપનીની સિસ્ટમ હેક કરી ગુપ્ત ડેટા કોપી મારી ચોરી કનાર પ્રોગ્રામટની ડીસીબી પોલીસે ગઈ કાલે મોડી સાંજે ઘરપકડ કરી હતી. ઉધના દરવાજા ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ત્રિપ્તા ઈનોવેશન્સ પ્રાઈવેટ લિમિટેડ નામની સોફરવેર બનાવતી કંપનીમાં સોફટવેર પ્રોગ્રામ સ્નેહલ બત્રાએ કંપનીના કમ્પ્યુટરના સર્વરમાંથી કંપનીના કર્તાહર્તાઓને જાણ બહાર સોફટવેરના સોર્સ કોડ તથા ગ્રાહકોની વિગતો ડાઉનલોડ કરી લીધી હતી. કંપનીનો ડેટા ચોરી કરી કહો કે કોપી કરી કંપનીના ગ્રાહકોની ડેટા મેળવી લીધો હતો. જે ડેટા થકી ગ્રાહકોને કોલ કરી ડાયરેકટ ડીલ કરવાનું શરૂ કર્યું હતું. તેમજ સોફટવેર સસ્તી કિમતે વેચવાનો વેપલો શરૂ કરી દીધો હતો. આ રીતે કંપનીના ગુપ્ત ડેટામાં છેડછાડ કરી કંપની સાથે મીટિંગ કરાઈ હોવાનું કંપનીના ડાયરેકટર રાજેશ પરમાનંદ નંદવાની સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગઈ કાલે મોડી સાજે ડીસીબી પોલીસે પ્રોગ્રામર સ્નેહલ યશપાલ બત્રાની ઘરપકડ કરી હતી.