જૂનાગઢ, તા.૧
સોરઠમાં નવા વર્ષના પ્રારંભે હાડ ધ્રુજાવતી કાતિલ ઠંડીનું મોજું યથાવત્‌ રહ્યું છે. ઠંડા પવનો અને ઠારથી જનજીવન ખોરવાયું છે. ગિરનાર પર્વત ઉપર ૪.પ ડિગ્રી અને જૂનાગઢ ૯.પ ડિગ્રી ઠંડીને લઈ ઠીંગરાઈ ગયું છે. સોમવારથી કાતિલ ઠંડીએ કેર મચાવ્યો છે. જેના પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયઈં છે અને હજુ તીવ્ર ઠંડી જારી રહેવાની શક્યતા છે. આજે તો વહેલી સવારથી ધુમ્મસનું આક્રમણ થતાં તીવ્ર ઠંડીની સાથે વાતાવરણ વધુ બર્ફીલું બની ગયું હતું.
ધુમ્મસના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી અને લોકો ઠૂંઠવાઈ ગયા હતાં. ગિરનાર ઉપર આજે પણ શિયાળાની સૌથી વધુ ૪.પ ડિગ્રી ઠંડી રહી હતી અને તેમાંય આજે ગિરનાર પર્વત વિસ્તારમાં ઠંડા પવનને લઈ ર૦ર૦ વર્ષને આવકારવા આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬ કિ.મી. રહી હતી.