(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
ભાજપ સરકાર પોતાના માનિતા ઉદ્યોગપતિઓ અને મળતિયાઓને લાભ અપાવવામાં પાછું વળીને જોતી નથી. જમીનો, પાણી, ટેક્ષમાફી, વીજળી સહિતના અનેક લાભો પ્રજાના ભોગે આપવામાં આવે છે. આવી જ રીતે સોલાર વીજળીના મોટા મોટા એમઓયુ કરીને ખાનગી મળતિયા ઉદ્યોગપતિઓને ૩ર૦૦૦ કરોડ રૂપિયાના જમીન, ટેક્સ માફી અને વીજ ખરીદીના લાભ આપી બખ્ખાં કરાવ્યા છે.
બિન પરંપરાગત વીજ ઉત્પાદન માટે વૈશ્વિક પ્રોત્સાહનના ભાગરૂપે વિશ્વ બેંક તરફથી દેશના પાંચ રાજ્યોમાં પ્રત્યેક રાજ્યમાં ૧૦ મેગા વીજ સોલાર સીસ્ટમથી ઉત્પાદન થયે ૩.પ૦ રૂપિયા પ્રતિ યુનિટ રાજ્ય સરકાર અને રૂા.૧૧.પ૦ પ્રતિ યુનિટ કેન્દ્ર સરકાર વિશ્વ બેંક વતી ભોગવવાની વ્યવસ્થાએ ગુજરાતમાં પાંચ-પાંચ મેગા વોટના સોલાર વીજ ઉત્પાદન મથકો પૈકી પાંચ મે.વોટ સોલાર સિસ્ટમ કચ્છ વિસ્તારમાં ખાનગી કંપનીને ગુજરાત સરકાર વતી જવાબદારી અપાઈ હતી.
ગુજરાતની સરકારી તિજોરીને ભારે નુકસાન કર્યા અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મુખ્ય પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખાનગી કંપની દ્વારા પાંચ મેગાવોટ ઉપરાંત ૧૦૮ મેગાવોટનો પ્રોજેક્ટ ગુજરાત સરકારને રૂા.૩.પ વત્તા રૂા.૧૧.પ૦ મેગાવોટના સપોર્ટિંગ ભાવની શરતે ઓફર કર્યાના અહેવાલો અંગે મુખ્યમંત્રી ર૦૦૮ની પરામર્શ સમિતિમાં આવ્યા હતા.
ર૦૦૮ની મુખ્યમંત્રીની પરામર્શ સમિતિની બેઠક પછી ર૦૦૯ની રાજ્યની સોલાર પોલીસી જાહેર થયે તા.૩૧/૧ર/ર૦૧૧ સુધીમાં ખાનગી સોલાર ઉત્પાદકોની પી.વી સોલાર વીજ ૧પ રૂા.પ્રતિ યુનિટ અને થર્મલ સોલાર રૂા.૧૧.પ૦ પ્રતિ યુનિટ ૧ર વર્ષ સુધી ખરીદવાની ખાત્રબદ્ધ ગેરંટી રાજ્ય સરકારે જાહેર કરતા રાજ્યમાં રોકાણના પ્રમાણમાં વધુ વળતરની ગણતરીએ ખાનગી વીજ ઉત્પાદકો દ્વારા પાટણ જિલ્લાના ચારણકા સહિત સોલાર પેનલો દ્વારા ર૦૧૧ના ડિસેમ્બર ૩૧ની મુદ્દત ૧ મહિનો વધ્યે ૩૧ જાન્યુઆરી ર૦૧ર સુધીમાં ગ્રીડમાં સોલારવીજ પ્રવાહ આપનારને અધધ લાભ અને રાજ્ય સરકારને વર્ષે ૧,૦૦૦ કરોડની ખોટ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કોઈ સલાહ/રજૂઆત અવગણવાની નકારાત્મકતાને કારણે રાજ્ય ભોગવી રહ્યું છે.
તાજેતરમાં વિધાન સભામાં પ્રશ્ન ક્રમાંક ૧રપ૪૪ના જવાબમાં ઉર્જામંત્રીએ વર્ષ ર૦૧૭ અને ર૦૧૮માં ૬૧ પૈકી ૩૭ ઉત્પાદકો પાસેથી ૮૦ કરોડ યુનિટથી વધુ સોલાર પ્રતિ યુનિટે ૧પ રૂા.ના ભાવ ઉપરાંત ૧૦% લાઈન લોસ ગણી ૧૬.પ૦ પ્રતિ યુનિટે ખરીદી વર્ષે ૧,૦૦૦ કરોડનું નુકસાન વીજ ખરીદ કરાર પાવર પર એજ એગ્રીમેન્ટ અન્વયે રાજ્ય સરકારનું વીજ વિભાગ ભોગવે છે. સોલાર પાવર ઉત્પાદકોને હાલે ત્રણ રૂા.પ્રતિ યુનિટ જ થતી આવક સામે ભાજપ સરકારે અભિગમ ર૦૦૯ના ગુજરાત સોલાર પાવર પોલીસી અન્વયે ૬૧ રોકાણકારોને વર્ષે ૧રર કરોડ યુનિટ જેમાંથી ૮૦ કરોડ યુનિટ ૧પ રૂા.અને બાકીના ૯.૯૮ એટલે ૧૦% અને ૭%ની લાઈન લોસાની ગણતરીએ ૧૪ રૂા.પ્રતિ યુનિટના ભાવની ૧ર વર્ષે સુધીની રાજ્યને ૧ર,૦૦૦ કરોડની નુકસાની મોદી શાસનના કારણે થઈ છે. સાથો સાથ જમીન, ટેકસ માફી કુલ ગણીને સરકારી તિજોરીને ૩ર,૦૦૦ કરોડનું નુકસાન થશે.