ભાવનગર, તા.૧ર
ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યપાલક ઈજનેર તેમના માણસ મારફતે ૧૦ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.હોર્ડિંગ બોર્ડના બીલના નાણાં પેમેન્ટ કરવા બાબતે એક વર્ષથી ૧૦ હજાર રૂા.ની માંગ કરતા હતા.એડ એજન્સીની ઓફિસે કાર્યપાલક ઇજનેરનો માણસ ૧૦ હજાર સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો હતો.
ભાવનગર એસીબીની ટ્રેપમાં મનપાના સોલિડ વેસ્ટના એન્જિનિયર આર.જી. શુક્લના માણસ તરીકે રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા મુકેશ સિંધી નામના વ્યક્તિને રંગે હાથે ઝડપી લીધો છે.