(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
રામ નવમી સંદર્ભે શહેરનાં ફતેપુરા વિસ્તારમાંથી નિકળેલી યાત્રા દરમ્યાન પથ્થરમારાનાં બનેલા બનાવ બાદ સોશ્યલ મિડીયા પર રઇસ ફિલ્મનાં તોફાનોની કિલપીંગ પર ડબીંગ કરી વાયરલ કરી ઉશ્કેરણીજનક કૃત્ય કરનાર ત્રણ યુવાનોને શહેરની સાઇબર ક્રાઇમ સેલ પોલીસે ઝડપી પાડયા હતા.ઉલ્લેખનીય છે કે, રામનવમીનાં દિવસે શહેરનાં ફતેપુરા વિસ્તારનાં કુંભારવાડા ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરમ્યાન બે કોમનાં ટોળા સામ સામે આવી જતાં ફતેપુરા ચાર રસ્તા તેમજ યાકુતપુરા સુધી વિસ્તારમાં ભારે પથ્થરમારો શરૂ થયો હતો. બનાવને પગલે પોલીસે ૧૫ જેટલા ટીયર ગેસનાં સેલ છોડયા હતા. અને ભારે જહેમત બાદ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે બનાવ અંગે બંને કોમનાં ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
આ દરમ્યાન સોશ્યલ મિડીયા જેવા કે, વોટસ અપ, ફેસબુક પર અચાનક કેટલાક યુવાનો દ્વારા રઇસ ફિલ્મનાં તોફાનોનાં દ્રશ્યો પર ડબીંગ કરી અન્ય લોકોના ધર્મની લાગણી દુભાઇ તેવી કિલપ વાયરલ કરતાં આ અંગે પોલીસે સાયબલ સેલને તપાસ સોંપી હતી. સાયબર સેલ પોલીસે બનાવ અંગે તપાસ કરી આ ક્લિપ બનાવી વાયરલ કરનાર યાકુતપુરામાં રહેતાં અને પૂર્વ કાઉન્સીલરનાં પુત્ર અરબાઝખાન પઠાણ, હાથીખાના મીઠા ફળિયામાં રહેતાં મોહંમદઆદીલ શેખ તથા મોગલવાડનાં ખાટકીવાડમાં રહેતો મુસ્તુફાઅલી સૈયદની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેવની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર ત્રણ યુવાનોની ધરપકડ કરાઈ

Recent Comments