(એજન્સી) તા.૧૯
અમિતાભ બચ્ચનનો એક જૂનો ફોટો, જેમાં તે એક વ્યકિત સાથે હાથ મીલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે અભિષેક બચ્ચને આ ટવીટર ઉપયોગકર્તાને ઈન્ટરનેટ યુઝર્સને ગેરમાર્ગે દોરવા અંગે પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમના પિતા સાથે ખોટી વ્યકિતનું નામ અપાયું હતું. સ્પષ્ટતા કરતા અભિષેકે લખ્યું, ભાઈ, આ ફોટામાં મારા પિતા જોડે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક શંકર રાવ ચવાણ દેખાઈ રહ્યા છે. અભિષેકે જે વ્યકિતને પ્રતિક્રિયા આપી તેણે પોતાનું ટવીટ ડિલિટ કરી નાખ્યું ટવીટર ઉપયોગકર્તાએ આ ફોટામાં અમિતાભ બચ્ચન દાઉદ ઈબ્રાહીમ સાથે હાથ મીલાવી રહ્યા છે, શું હાથ મીલાવનાર વ્યકિત દાઉદ ઈબ્રાહીમ છે તેમ પ્રશ્ન કરી ખોટા વ્યકિતનું નામ આપી નેટિઝેન્સને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જેના જવાબમાં અભિષેકે આ સ્પષ્ટતા કરી હતી. અમિતાભ અને તેના પરિવાર પર નેટીઝેન્સ દ્વારા ટ્રોલ કરાઈ રહ્યું છે, જયારથી સપા સભ્ય અને અભિનેત્રી જયા બચ્ચને સંસદમાં કહ્યું કે ફિલ્મ ઉદ્યોગને સતત બદનામ કરવમાના પ્રયાસો કરાઈ રહ્યા છે. અભિનેતા અને રાજકારણી રવિ કિશનને પરોક્ષ રીતે જયા બચ્ચને મહેણું માર્યું હતું. જયારે તેણે કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સનું વ્યસન થાય છે.