સોસાયટી ફોર બ્રાઈટ ફયુચર વડોદરા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબળા (બ્લેન્કેટ)નું નિઃશુલ્ક વિતરણ અત્રેની જમાતે ઈસ્લામી કાર્યાલય યાકૂતપુરા વડોદરા ખાતે ગુજરાત ટુડે વડોદરાના બ્યુરોચીફ શરીફ કાપડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના અનવર ઈન્દૌરી, આસીફ જમાલ (દિલ્હી), નબીભાઈ, અહેમદભાઈ મલેક ઉપસ્થિત રહ્યા હતા.