નવી દિલ્હી,તા.૧૧
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના હાલના કામચલાઉ કેપ્ટન બેન સ્ટોક્સે ઇતિહાસ રચ્યો છે. પહેલી ઇનિંગમાં માત્ર ૪૯ રન આપીને ચાર વિકેટ લેનાર સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૦ વિકેટ પૂરા કર્યા છે. આ સાથે સ્ટોક્સના નામે હવે ટેસ્ટ ફોર્મેટમાં ૪,૦૦૦થી વધુ રન અને ૧૫૦થી વધુ વિકેટનો રેકોર્ડ નોંધાયો છે. ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટમાં એવું કરનાર તે ઇંગ્લેન્ડનો બીજો અને વર્લ્ડનો છઠ્ઠો ઓલરાઉન્ડર બની ગયો છે. સ્ટોક્સે ૬૪મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. આપને જણાવી દઈએ કે સ્ટોક્સ પહેલા વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ, સાઉથ આફ્રિકાના જેક કેલિસ, ઇંગ્લેન્ડના ઇયાન બોથમ, ભારતના કપિલ દેવ અને ન્યુઝીલેન્ડના ડેનિયલ વિટોરી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
સૌથી ઝડપી ૪,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો સ્ટોક્સ

Recent Comments