સુરેન્દ્રનગર, તા.૧૬
૧૯ જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષમાંથી રાજીનામા આપીને પ્રજા સાથે દ્રોહ કરતા સૌરાષ્ટ્રનાં અકિલા કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ત્યારે આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં લીંબડી ખાતે સૌરાષ્ટ્રના ધારાસભ્યોની આગેવાનીમાં ધરણા કરવામાં આવ્યા છે. આ અંગે લાઠી – બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, આજે લીંબડી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો છે..
ત્યારબાદ ત્યાંથી તમામ ધારાસભ્યો અમદાવાદ પહોંચશે. કોંગ્રેસે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટમાં રિસોર્ટમાં રાખ્યા હતા. અહીંથી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામુ આપનાર કોંગી ધારાસભ્યોના મત વિસ્તારમાં જઇ ધરણા કરી રહ્યા છે. અબડાસા, લખતરમાં ધરણાનો કાર્યક્રમ પૂર્ણ કરી કોંગ્રેસના ધારાસભ્યો રાજકોટ પરત ફર્યા હતા.