જૂનાગઢ, તા.રપ
સૌરાષ્ટ્રના સામાજિક આગેવાન અને મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણને ફોન પર થોડા દિવસથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. જેથી આ ગંભીર બાબતે જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆત કરાઈ હતી. એસ.પી.એ આ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલાની વિગત હોય છે કે, થોડા સમય પહેલા જામનગર પંથકની મુસ્લિમ યુવતીનું અપહરણ થયું હતું જેમાં યેનકેન પ્રકારે તંત્ર દ્વારા ઢીલી નીતિના આક્ષેપ સાથેની રજૂઆત મુસ્લિમ સમાજ માટે કાયદાકીય લડત લડતા ઈમ્તિયાઝ પઠાણને મળી હતી. જેથી તેઓએ સમગ્ર મામલે જામનગર એસ.પી.ને આરોપીઓ અને મદદ કરનારના નામ જોગ લેખિત ફરિયાદ કરી હતી. જેમાં તપાસનો ધમધમાટ શરૂ થતા કહેવાતા લસણદાદા, ચીકુદાદા દ્વારા ફરિયાદ ખેંચી લેવા ઈમ્તિયાઝ પઠાણને ફોન શરૂ થયા હતા અને આ બાબતને ધ્યાને ન લેતા પહેલા તો ઈમ્તિયાઝભાઈ દ્વારા મચક અપાઈ ન હતી. આ ફોન આવવાનો સીલસીલો ચાલુ રહેતા અને આ કહેવાતા ભાઈઓનો ત્રાસ વધતા આજે જૂનાગઢ એસ.પી.ને રૂબરૂ રજૂઆત કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણા એક્ટિવિસ્ટોએ પોતાના જીવ ગુમાવ્યાના દાખલાઓ પણ છે. તેવામાં ફરીવાર પ્રચંડ જનસમર્થન ધરાવતા મુસ્લિમ લીડરને ધમકી મળતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પોલીસ દ્વારા આવા અસામાજિક તત્ત્વોને સબક શીખવાડવામાં આવે તે જરૂરી બન્યું છે.
સૌરાષ્ટ્રના મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણને મારી નાખવાની ધમકી

Recent Comments