જામનગરના લાલપુર, પોરબંદર અને કચ્છના દૂધઈમાં આંચકા અનુભવાયા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રર
સૌરાષ્ટ્ર-કચ્છ પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ ચોતરફથી આફતો આવી રહી છે. કોરોનાનો કહેર હજી પીછો છોડતો નથી ત્યાં મેઘરાજાએ ભુક્કા બોલાવી દે તેવી બેટિંગ કરી ભારે નુકસાન પહોંચાડયું છે. ત્યાં વળી અવારનવાર આવતા ભૂકંપના આંચકાઓએ પ્રજાને ભયભીત કરી મૂકી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર ૭ કલાકમાં ભૂકંપના એક પછી એક ડઝનેક આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા ૭ કલાકમાં ભૂકંપના ૧ર આંચકા અનુભવાયા હતા જેમાં પોરબંદરમાં ૮, લાલપુરમાં ર અને દુધઈ-કચ્છમાં ભૂકંપનો એક એક આંચકો નોંધાયો હતો અને ૧.રથી ર.૯ સુધીની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે મોડી રાત્રે ૧૦.૪૩ વાગ્યે કચ્છના ભચાઉથી ર૧ કિલોમીટર દુર ૧.રની તીવ્રતાનો આંચકો ઈસ્ટ નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે ત્યાર બાદ ૧૧ : ૩૩ કલાકે પોરબંદરથી ૩૪ કિલોમીટર દુર ર.૩ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ત્યાર બાદ આજે ૧રઃ૧૯ વાગ્યે પોરબંદરથી ૩૪ કિલોમીટર દુર ર.૧ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે, ત્યાર બાદ તુરંત જ ૧ર : ૩૪ વાગ્યે પોરબંદરથી ૩ર કિલોમીટર દુર ર.૬ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ત્યાર બાદ ૧ઃર૬ કલાકે પોરબંદરથી ર૯ કિલોમીટર દુર ર.૪ની તીવ્રતાનો આંચકો નોર્થ – નોર્થ વેસ્ટ ખાતે ત્યાર બાદ રઃ૦૭ વાગ્યે પોરબંદરથી ૩પ કિલોમીટર દુર રની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે તેની પાંચ મિનિટ બાદ એટલે કે રઃ૧ર કલાકે લાલપુરથી ૪ર કિલોમીટર દુર ૧.૯ની તીવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે તેની એક મિનિટ બાદ રઃ૧૩ કલાકે પોરબંદરથી ૪૦ કિલોમીટર દુર ૧.૬ની તીવ્રતાનો આંચકો નોર્થ-નોર્થ વેસ્ટ ખાતે ત્યાર બાદ રઃર૬ કલાકે કચ્છના દુધઈથી ૧૦ કિલોમીટર દુર રની તીવ્રતાનો આંચકો ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે ત્યાર બાદ રઃપ૪ કલાકે પોરબંદરથી ૩ર કિલોમીટર દુર ર.૯ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ત્યાર બાદ રઃપ૯ કલાકે લાલપુરથી ૩૬ કિલોમીટર દુર ર.૧ની તીવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે અને આજે વહેલી સવારે ૬ઃર૧ વાગ્યે પોરબંદરથી ૩૮ કિલોમીટર દુર ર.૪ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો.