દુધાળા, તા.૨૮
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દરવર્ષે રેલી શિક્ષણ સંગોષ્ઠિનું આયોજન કરે છે. આ સીલસીલો છેલ્લા ૬૦ વર્ષથી ચાલે છે. સૌરાષ્ટ્રની ૮૫ જેટલી ઉતરબૂનિયાદી સંસ્થાઓ પૈકીની મહત્તમ શાળાઓ આ કાર્યક્રમમાં સામેલ થાય છે. ચાલુ વર્ષે ૫૪મી રેલી દુધાળા અને આંબરડી ખાતે યોજાઈ ગઈ. ધો.૯ના લગભગ ૧૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો. સમગ્ર આયોજનમાં લોકશાળા સંઘના પ્રમુખ ડૉ.અરૂણકુમાર દવેની મહત્ત્વની ભૂમિકા રહી. વ્યવસ્થા આચાર્ય કમલેશભાઈ જીવાણીએ સુંદર રીતે નિભાવી હતી. રેલીમાં વક્તાઓ બી.ડી.બાલા, નરોતમ શાહુ, પાર્થેશ બિંદુ પંડ્યા, મિનેષ મેઘાણી, રાજેન્દ્ર ખીમાણી, અતુલ પંડ્યા અને નલિન પંડીત, ડૉ.ભરત બોઘરા, નાનુભાઈ શિરોયા તથા સુરસંગભાઈ ચૌહાણ વિશેષ હાજર રહ્યા હતા. પ્રગતિશીલ શિક્ષણ સામયિકના તંત્રી ડૉ.અનિલ પટેલ, ભાવનગર જિલ્લા આચાર્ય સંઘના તખુભાઈ સાંડસુર, મીઠાભાઈ બારૈયાએ પ્રોત્સાહક હાજરી આપી હતી. દુધાળા સંસ્થાના પ્રમુખ પોપટભાઈ ભાલખા સમગ્ર આયોજનને પાર પાડવા સતત હાજર રહ્યા હતા. આંબરડીની વ્યવસ્થા ખોડાભાઈ ખસિડાએ સંભાળી હતી.