નવી દિલ્હી, તા.૯
ક્રિકેટ એક એવી રમત છે જે કોઈ પણ ખેલાડીનું જીવન બદલી નાંખે છે. આજના સમયમાં ક્રિકેટના ઘણા ફોર્મેટ્‌સ છે. જેમાં રમીને યુવા ખેલાડીઓ પણ કરોડોની કમાણી કરે છે. ભારતમાં પણ ઘણા એવા ખેલાડીઓ છે જે માત્ર ૈંઁન્ રમીને કરોડપતિ બન્યા છે. પરંતુ પહેલા એવું નહોતું. પહેલા ક્રિકેટમાં ટેસ્ટ અને વન ડે ફોર્મેટ્‌સ હતા. જેથી તે સમયના ઘણા ખેલાડીઓ એવા પણ છે જેમના જીવનમાં ક્રિકેટથી રૂપિયાનો વરસાદ ના થયો. મીડિયા રિપોર્ટ મુજબ એવો જ એક ખેલાડી છે ન્યુઝીલેન્ડનો, જેને ડેબ્યૂ મેચમાં બેવડી સદી ફટકારી હતી. પરંતુ આજે તેની પાસે કાયમી નોકરી પણ નથી અને ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. આ બેટ્‌સમેનનું નામ છે મેથ્યૂ સિંક્લેયર જેને ન્યુઝીલેન્ડ માટે ૩૩ ટેસ્ટ મેચ અને ૫૪ વન ડે મેચ રમી છે. ઉપરાંત તેને ૨ ટી૨૦ મેચ પણ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો મેથ્યૂ સિંક્લેયરે ૧૮૮ મેચોમાં ૩૬ સદી ફટકારી અને લિસ્ટ એમાં આ ખેલાડીએ ૭ સદી અને ૪૮ અડધી સદી ફટકારી હતી. આપણે જણાવી દઈએ કે ૧૯૯૯માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી બેવડી સદી (૨૧૪) ફટકારી હતી. ઉપરાંત કરિયરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૧૫૦ અને પાકિસ્તાન વિરુદ્ધ પણ બેવડી સદી ફટકારી હતી. તે સમય મેથ્યૂ ન્યુઝીલેન્ડનો સ્ટાર બેટ્‌સમેન બન્યો હતો. પરંતુ થોડા સમય પછી પ્રદર્શન સારું ન રહ્યું અને ટીમમાં તેની અવર જવર થવા લાગી.
રિપોર્ટ પ્રમાણે જુલાઈ ૨૦૧૩માં મેથ્યૂ સિંક્લેયરે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ત્યાર બાદ તેનું જીવન સંપૂર્ણ પણે બદલાઈ ગયું. સિંક્લેયર પાસે કોઈ ડિગ્રી નહોતી તેથી તેને કોઈ નોકરી પર રાખતું નથી. હાલ તે સરકારના બેરોજગારી ફંડ પર નિર્ભર કરે છે. આર્થિક સ્થિતિ કફોડી થતા પત્ની સાથે પણ ઝગડો થયો. માહિતી મુજબ પત્નીને પરિવારના ગુજરાન માટે એક કોફી શોપમાં કામ કરવું પડ્યું. રિપોર્ટ પ્રમાણે હાલ સિંક્લેયરે એક રિયલ એસ્ટેટ કંપની સાથે જોડાયો છે જ્યાં કમિશનના આધારે પૈસા મળે છે.