પૂણે,તા.રપ
પૂણેમાં રમાયેલી બીજી વન-ડે પહેલા સામે આવેલા એક સ્ટિંગ ઓપરેશન બાદ પિચ ક્યુરેટર પાંડુરંગ સલગાંવકરને સસ્પેન્ડ કરી દેવાયા છે. બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ જણાવ્યું કે પાંડુરંગને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ક્યુરેટર પદથી તાત્કાલિક અસરથી હટાવી દેવાયા છે. એમસીએ તેમની તપાસ કરશે. એક ટીવી ચેનલે દાવો કર્યો છે કે તેમણે બુકીના રૂપમાં આ સ્ટિંગ કર્યું હતું. આમાં તેમણે પિચની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સલગાંવકર કેમેરામાં એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે કામ થઈ જશે. તેમણે કહ્યું કે આ પિચ ઉપર ૩૩૭ રનના લક્ષ્યાંક આસાનીથી પ્રાપ્ત કરી શકાશે. કેમેરામાં સલગાંવકરને અન્ય લોકો સાથે પિચ પર જતા જોઈ શકાય છે. તેમણે કહ્યું કે પિચ ઉપર આવી રીતે જવાની મંજૂરી નથી પણ અમે એવું કહ્યું છે કે બીસીસીઆઈના નિરીક્ષક પણ પિચ પાસે બેસી રહે છે. કોઈપણ અજાણી વ્યક્તિ પિચ પાસે બેસી રહે છે. કોઈપણ અજાણી વ્યક્તિ પિચ પર જઈ શકતી નથી. આ બીસીસીઆઈ અને આઈસીસીનો નિયમ છે.