(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૪
આજે ખેડૂતો દ્વારા સરકારે કરેલ વળતરના પ્રસ્તાવ સામે જવાબ રજૂ કરવામાં આવ્યો. જેમાં ખેતીની જમીન સામે તેમના જ ગામમાં ખેતી માટે જમીન અને રહેવા માટે ઘર અને સ્વરોજગારી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે તથા સરકારે રહેવા માટે ૧૦૦ સ્કવેર મીટર જગ્યા આપવા તૈયાર બતાવી હતી પરંતુ ગામના લોકો એ ૫૦૦ સ્કવરે મીટર જગ્યાની માંગણી કરી છે. સરકારે ખેડૂતો દ્વારા કરાયેલ માંગણી માન્ય ન રાખતાં વધુ સુનવણી ૯મી જાન્યુઆરીએ હાથ ધરાશે. નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના ૪ ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલા છે જે ગ્રામજનો એ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરિઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ચૂકવાયા નથી. જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારે કોર્ટ માં તેમને રહેવા અને ખેતી માટે જમીન સહિતની સુવિધા આપવા તૈયારી બતાવી હતી. સરકારે સમગ્ર વિવાદમાં હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે અમે ગ્રામજનોને બે વિકલ્પો આપ્યા છે એક તો તેમની જેટલી જમીન સંપાદિત થઈ છે તેટલી જ જમીન સરકાર આપે અથવા તો સંપાદિત જમીનના રૂપિયા ૭.૫ લાખ પ્રતિ હેક્ટર લેખે વળતર આપવું તથા ગ્રામજનોના પુખ્ત પુત્રને અથવા પુત્ર નહોય તો અપરણિત પુખ્ત પુત્રીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પાંચ લાખ રૂપિયા આપવા. સરકારી પોલીસી પ્રમાણે રહેઠાણ બનાવવા માટે આર્થિક સહાય કરવી. ટ્રાન્સપોર્ટેશન માટે પૈસા આપવા તથા સંપાદિત જમીન ઉપર જો તેઓનું ઘર હોય તો તેનું પણ વળતર ચૂકવવું. આ ઉપરાંત તેઓને રહેઠાણ માટે ૧૦૦ સ્કવેર મીટરના પ્લોટમાં ૨૫ સ્કવેર મીટર બાંધકામ કરી આપવું તથા આ રહેઠાણોને પાકા રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા પૂરી પાડી અને સાથે સાથે પ્રાઇમરિ સ્કૂલ અને આંગણવાડીની તથા હેલ્થ કેરની પણ સુવિધા પુરા પાડવામાં આવશે. ખેડૂતો દ્વારા સરકારની ઓફર સામે પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરવા સમય માંગવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે સ્ટેચ્યુ ઓફ યુનિટ નજીકના ૪ ગામોના લોકો દ્વારા હાઇકોર્ટમાં જાહરહિતની અરજી કરવામાં આવી હતી અને ગુજરત હાઇકોર્ટે ગ્રામજનોના હિતમાં વચગાળાની રાહત આપી છે વિકાસની સાથે સરકારે કરોડોના ખચે નર્મદા કેવડીયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટુરીઝમ ઊભું કરાયું છે જેમાં નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના ૪ ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે આવેલા છે જે ગ્રામજનો એ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરીઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી જેમાં યોગ્ય વળતર ન ચૂકવાયા નથી જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. સરકારે આ મામલે જવાબ રજૂ કરતા વળતરની તૈયારી બતાવતા આજે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવ સામે પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ૪ ગામોના લોકો દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહરહિતની અરજીનો મામલો

Recent Comments