(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૪
નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના ૪ ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલા છે જે ગ્રામજનોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરિઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ચૂકવાયા નથી. જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આજે સરકારે કોર્ટમાં તેમને રહેવા અને ખેતી માટે જમીન સહિતની સુવિધા આપવા તૈયારી બતાવી છે. જેની સામે ખેડૂતો આગામી મુદ્દતે ૨૭મી ડિસેમ્બરે સરકારે કરેલી ઓફર તેમને સ્વીકાર્ય છે કે કેમ તે બાબતે જવાબ રજૂ કરશે.
સરકારે સમગ્ર વિવાદમાં આજે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે અમે ગ્રામજનોને બે વિકલ્પો આપ્યા છે એક તો તેમની જેટલી જમીન સંપાદિત થઈ છે તેટલી જ જમીન સરકાર આપે અથવા તો સંપાદિત જમીનના રૂપિયા ૭.૫ લાખ પ્રતિ હેક્ટર લેખે વળતર આપવું તથા ગ્રામજનોના પુખ્ત પુત્રને અથવા પુત્ર હોય તો અપરણિત પુખ્ત પુત્રીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પાંચ લાખ રૂપિયા આપવા. સરકારી પોલીસી પ્રમાણે રહેઠાણ બનાવવા માટે આર્થિક સહાય કરવી. ટ્રાન્સપોર્ટેશન માટે પૈસા આપવા તથા સંપાદિત જમીન ઉપર જો તેઓનું ઘર હોય તો તેનું પણ વળતર ચૂકવવું. આ ઉપરાંત તેઓને રહેઠાણ માટે ૧૦૦ સ્કવેર મીટરના પ્લોટમાં ૨૫ સ્કવેર મીટર બાંધકામ કરી આપવું તથા આ રહેઠાણોને પાકા રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા પૂરી પાડી અને સાથે સાથે પ્રાઇમરી સ્કૂલ અને આંગણવાડીની તથા હેલ્થ કેરની પણ સુવિધા પુરા પાડવામાં આવશે.
ખેડૂતો દ્વારા સરકારની ઓફર સામે પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરવા ૨૭મી ડિસેમ્બર સુધીનો સમય કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ૪ ગામોના લોકો દ્વારા હાઇકોર્ટમાં જાહરહિતની અરજી કરવામાં આવી હતી અને ગુજરત હાઇકોર્ટે ગ્રામજનોના હિતમાં વચગાળાની રાહત આપી છે. વિકાસની સાથે સરકારે કરોડોના ખર્ચે નર્મદા કેવડીયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટુરીઝમ ઊભું કરાયું છે જેમાં નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના ૪ ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલા છે જે ગ્રામજનો એ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા turisiom પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી જેમાં યોગ્ય વળતર ન ચૂકવાયા નથી જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. સરકારે આ મામલે જવાબ રજૂ કરતા વળતરની તૈયારી બતાવી ૨૭મી ડિસેમ્બરે ખેડૂતો સરકારની ઓફર સામે પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરશે.