(સંવાદદાતા દ્વારા)
ધોળકા,તા.૨૧
ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રવિવારના રોજ આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓના અનુસંધાને વિસ્તૃત કારોબારી બેઠક યોજવામાં આવેલ તેમજ શહેર અને તાલુકા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન અમદાવાદ જિલ્લા પ્રમુખ પંકજસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રદેશ પ્રભારી રાજુ ભાઇ જોષી,કાંતિભાઇસોઢા (ધારાસભ્ય આણંદ), અમર સિંહ સોલંકી વિપક્ષ નેતા જિલ્લા પંચાયત, અશ્વિન ભાઇ રાઠોડ, મનીષભાઇ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ સીસોદિયાબેન, આત્મારામ ચૌહાણ, શહેર પ્રમુખ ફિરોઝખાન પઠાણ, જિલ્લા, તાલુકા, શહેરના વિવિધ પદાધિકારીઓ, ઐયુબ ખાન પઠાણ, મગનભાઇ જાદવ, મુનાફ ભાઇ રાધનપુરી, ટીના ભાઇ ઠાકોર, નાનુ ભાઇ મકવાણા, દિનેેશ ભાઇ મકવાણા, મન્સુરખાન તાલુકદાર, હરિશ ભાઇ પરમાર, કનુ ભાઇ ઉતેલિયા, મુસ્તનભાઇ લાટીવાળા, ઇસ્માઇલ ભાઇ ઘાંચી, મઘાભાઇ વેગડા, વહીદાબેન પાનારા, આદિત્ય પ્રજાપતિ, સિદ્દિક વેપારી, અશ્વિનભાઇ સોનારા, મહેશભાઇ સોનારા, સાકીરમિયા મલેક, જગદીશ પાઠક વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ,કાર્યકરો હાજર રહ્યા હતા.