(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર,તા.૧૪
વડાલી ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસની કારોબારી મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું આવનારી તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત-નગરપાલીકાની ચુંટણીની તૈયારીઓના ભાગરુપે આ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણીભાઈ પટેલ ધારાસભ્ય અશ્રિ્વન કોટવાલ પૂર્વ જિલ્લા પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ , જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરીયા, એઆઇસીસી ડેલીગેટ અનિલ પંડ્યા, યુવક કોંગ્રેસ પ્રમુખ પયિવદન પટેલ,નંદુભાઇ પટેલ, વડાલી તાલુકા પ્રમુખ ખેમરાજદાન ગઢવી, અમાનઉલ્લાખાન પઠાણ, રામભાઇ સોલંકી, યુસુફભાઈબચ્ચાતથા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મીટીંગનું સુંદર આયોજન વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ વિજય પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું.
Recent Comments