(એજન્સી) ઇમ્ફાલ,તા, ૮
મણિપુર હાઈકોર્ટે સોમવારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ૭ ધારાસભ્યોને મણિપુર વિધાનસભામાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દીધી હતી. જ્યાં સુધી સ્પીકર ૨૦૧૮માં કરાયેલ અરજી જેમાં તેમને પક્ષ પલટા ના કાયદા હેઠળ ગેર લાયક ઠરાવવા માંગણી કરાઈ હતી એ અંગે નો નિર્ણય નહિ લે ત્યાં સુધી એમના પ્રવેશ માટે પ્રતિબંધ મુક્યો છે.
ધારાસભ્યો જેમણે કોર્ટની કાર્યવાહીનો સામનો કર્યો હતો તેઓમાં સનસમબીરા સિંહ, ગિસુઆનહૌ, ઓઈનામ લખોઇ સિંઘ, નગમથંગ હોકલ્પ, યેનખ્ખોમસુરચંદ્ર સિંહ, ક્ષેત્રિમાયુમબીરાસિંઘ અને પૌનામબ્રોજનસિંહ છે, જેમણે કોંગ્રેસની ટિકિટ પર ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
હાઇકોર્ટ ની કે એચ નોબિનસિંહની ખંડપીઠે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં અપાયેલી સૂચનાનું પાલન કર્યું હતું, જેના દ્વારા ધારાસભ્ય થોનાજમશ્યામકુમાર જે ભાજપમાં સામેલ થઇ પ્રધાન બન્યા હતા એમની ગેરલાયકાત ઠરાવવાની અરજી સ્પીકર સમક્ષ પડતર હતી સ્પીકરે નિર્ણય નહિ લેતા સુપ્રીમ કોર્ટે વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્પીકર જાન્યુઆરીમાં નિર્ધારિત સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હોવાનું નોંધ્યા બાદ કોર્ટ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટ ના દાખલ પછી સ્પીકરે બંધારણના દસમા શેડ્યૂલ હેઠળ થોનાજમશ્યામકુમારને અયોગ્ય ઠેરવ્યા હતા.
અરજીઓ અંગે સ્પીકરની નિષ્ક્રીયતા અંગે ટિપ્પણી કરતાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, “ટ્રિબ્યુનલ તરીકે કાર્યરત સ્પીકરે ન્યાયપૂર્ણ અને તર્કસંગત રીતે કામ કરવું જોઈએ પરંતુ તે કરવામાં તે નિષ્ફળ ગયા છે. માનનીય સ્પીકરને બંધારણ પ્રત્યે કોઈ માન નથી. “જ્યારે સ્પીકર યોગ્ય સમય અંતર્ગત કોઈ અરજીનો નિર્ણય લેવાનું ટાળે ત્યારે સ્પષ્ટપણે એક ભૂલ છે જેનાથી હાઈકોર્ટ પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવા પ્રેરિત થઇ છે.”.
“ટ્રિબ્યુનલ હોવાને કારણે, માનનીય સ્પીકરે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરેલી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં સામેલ મુદ્દાની તાકીદ અને મહત્વને ધ્યાનમાં રાખીને પોતાની વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરી તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ પણ જ્યારે દોઢ વર્ષ વીતી ગયું છે ત્યારે પણ નિર્ણય લેવાયું નથી.
“આવી પરિસ્થિતિમાં, બીજો સવાલ ઉભો થાય છે તે ધારાસભ્ય દ્વારા પહેલેથી લેવાયેલ પગારનું શું થશે જેને વાજબી સમય વીતી ગયો છે અને જો તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે નહીં, તો તે જાહેર ખજાનાને નુકસાન પહોંચાડવાની ખાતરી આપશે. અદાલતે અવલોકન કર્યું છે કે આવી ઘટનાને અટકાવવા માટે, ગેરલાયક ઠરાવવા માટેની અરજીનો સંભવતઃ વહેલી તકે અથવા ત્રણ મહિનાની અંદર સ્પીકર દ્વારા નિર્ણય લેવાની જરૂર છે, જે હવે માનનીય સુપ્રીમ કોર્ટે પણ નક્કી કર્યું છે.