(એજન્સી) મેડ્રીડ, તા.૧૦
યુરોપિયન દેશોમાં કોરોના વાયરસે હાહાકાર જારી રાખ્યો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ યુરોપના આ મોટા દેશમાં કોરોનાના કારણે ૩૯૬ કરતા વધારે લોકોનાં મોત થયા છે. આવી જ રીતે પાંચ હજારથી વધારે કેસો થઇ ગયા છે. સ્પેનમાં મોતનો આંકડો વધારે રહેલો છે. સ્પેનમાં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓની સંખ્યા સાત હજારથી ઉપર રહેલી છે. સ્થિતિને સામાન્ય કરવા અને ગંભીરરીતે રહેલા દર્દીઓને બચાવી લેવા માટે તબીબી ટીમો લાગેલી છે. યુરોપમાં હાલત ખરાબ થતાં સ્પેનની સ્થિતિ ખરાબ થઇ છે. કબ્રસ્તાનમાં ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરેક ૧૫ મિનિટમાં એક લાશ પહોંચી રહી છે. આ વાયરસે આ દેશમાં ખતરનાક સ્થિતિ સર્જી દીધી છે. દરેક બાજુ લાશોના ઢગલા થઇ ગયા છે. મજબુરી એવી છે કે, લોકો પોતાના સગા સંબંધીના અંતિમસંસ્કારમાં પણ પહોંચી રહ્યા નથી. દેશના સૌથી મોટા કબ્રસ્તાન લા અલ્મુડેના જે મેડ્રીડમાં છે ત્યાં દરેક ૧૫ મિનિટમાં એક લાશને જોઇ શકાય છે. ગંભીર દર્દીઓની સંખ્યા અહીં પણ ખૂબ ઊંચી છે. કોરોના વાયરસની સામે જોરદાર જંગ લડવામાં વ્યસ્ત હોવા છતાં તેને પણ કોઇ મોટી સફળતા મળી રહી નથી. સ્પેનમાં પણ કેસોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી વધારો થઇ રહ્યો છે. સ્પેનમાં સ્થિતિ એ છે કે, હજુ સાત જેટલા લોકોની હાલત ખરાબ છે. તેમની બચવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. વિશ્વના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સ્પેન પણ સામેલ છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ ગયા બાદ હવે દુનિયાના દેશોમાં તેનો આતંક જારી છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. સ્થિતિ હાલમાં બેકાબૂ બનેલી છે. સ્પેનમાં ગંભીર રહેલા લોકોની સંખ્યા છ હજાર કરતા વધારે છે. જે સંકેત આપે છે કે સ્થિતિ હજુ વણસી શકે છે. દુનિયાના દેશોમાં લોકડાઉનના નિયમો હાલમાં અમલી છે. સ્પેનમાં લોકડાઉન પણ અમલી છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ સપાટી ઉપર આવ્યા બાદથી સ્પેનમાં જે રીતે મોતનો આંકડો વધ્યો છે તેનાથી હાહાકાર મચી ગયો છે. યુરોપમાં સૌથી વધારે પ્રભાવિત રહેલા દેશોમાં સ્પેન સામેલ છે. ભારે લોકડાઉનની સ્થિતિ હાલમાં રહેલી છે.
સ્પેનમાં કોરોના વાયરસનો મૃત્યુદર શુક્રવારે વધ્યો કારણે કે, સરકારે દુનિયામાં સૌથી સખ્ત લોકડાઉન માટે ફરી એકવાર ચરણબદ્ધ રીતે શરૂ કરવા વિવિધ રણનીતિઓ પર ચર્ચા કરી. સ્પેનમાં કોરોનાથી મોતનો આંકડો ૧પ,૮૪૩ પર પહોંચ્યો છે. જે દુનિયામાં સૌથી વધુ મોતના ત્રીજા ક્રમે છે. સ્પેનમાં યુએસ અને ઈટાલી પછી સૌથી વધુ મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રી સ્લવાડોર ઈલ્લાએ પત્રકારોને કહ્યું કે, સરકાર સ્વાસ્થ્ય વિભાગ માટે નવા પરિદૃશ્યો તૈયાર કરી રહી છે. બીજા અન્ય અધિકારીઓએ જણાવ્યું કે, પૂર્વ લોકડાઉન જારી રહેશે અને તે મે મહિના સુધી રહેશે જ્યારે અર્થતંત્રને નવા પ્રાણ ફૂંકવા કેટલાક પ્રતિબંધો હટાવાશે. બાંધકામ વિભાગમાં મજૂરોને છૂટ આપવાની યોજના છે.