(એજન્સી) મેડ્રીડ, તા.૭
સ્પેન પણ કોરોના વાયરસના કારણે કેસોની સંખ્યા હવે ૧,૪૦,પ૧૦ થઇ ગઇ છે. સાથે-સાથે મોતનો આંકડો ૧૩,૭૯૮ પહોંચી ગયો છે. અમેરિકા બાદ સ્પેનમાં મોતનો દર ખૂબ ઊંચો રહ્યો છે. આ જ કારણ છે કે, ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ સ્પેનમાં સપાટી પર આવ્યા બાદ હજુ સુધી ૧૩ હજારથી વધારે લોકોનાં મોત થઇ ચૂક્યા છે. આની સાથે રિકવર લોકોની સંખ્યા ૪૩,ર૦૮ થઈ ગઈ છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ સપાટી ઉપર આવ્યા બાદથી સ્પેનમાં જે રીતે મોતનો આંકડો વધ્યો છે તેનાથી હાહાકાર મચી ગયો છે. સ્પેનમાં પણ કેસોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો સ્પેનમાં વધુ ૭૪૩ લોકોનાં મોત થયા છે અને કેસોની સંખ્યા ૮૮૭ વધી ગઇ છે. આની સાથે જ સ્પેનમાં કુલ કેસોની સંખ્યા ૧,૩૧,૬૪૬ સુધી પહોંચી ગઇ છે. સ્પેનમાં સ્થિતી એ છે કે હજુ સાત જેટલા લોકોની હાલત ખરાબ છે. તેમની બચવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. વિશ્વના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સ્પેન પણ સામેલ છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ ગયા બાદ હવે દુનિયાના દેશોમાં તેનો આતંક જારી છે. સ્પેનમાં ધીમી ગતિથી સ્થિતી સુધરી રહી છે. જો કે હાલમાં ખુબ વધારે પગલા જરૂરી બની ગયા છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. સ્થિતી હાલમાં બેકાબુ બનેલી છે. સ્પેનમાં ગંભીર રહેલા લોકોની સંખ્યા છ હજાર કરતા વધારે છે. જે સંકેત આપે છે કે સ્થિતી હજુ વણસી શકે છે. દુનિયાના દેશોમાં લોકડાઉનના નિયમો હાલમાં અમલી છે. સ્પેનમાં લોકડાઉન પણ અમલી છે.