(એજન્સી) મેડ્રીડ, તા.૪
સ્પેનમાં સતત બીજા દિવસે કોરોના વાયરસથી થયેલ જાનહાનિમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે આધિકારીક આંકડાઓ સામે આવ્યા હતા. સ્પેનમાં કુલ મોતનો આંકડો ૧૧,૭૪૪ પર પહોંચી ગયો છે. જે ઈટાલીથી બીજા નંબર પર છે. જો કે, ગુરૂવાર કરતા શુક્રવારે મોતના આંકડામાં ઘટાડો થયો છે. શુક્રવારે ૮૦૯ લોકોનાં મોત થયા છે. સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ વધુ ૮૫૦ લોકોના મોત થયા છે. જ્યારે કેસોની સંખ્યામાં જોરદાર ભડકો થયો છે. સંખ્યા ૭૧૩૪ સુધી વધી ગઇ છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ સપાટી ઉપર આવ્યા બાદથી સ્પેનમાં જે રીતે મોતનો આંકડો વધ્યો છે તેનાથી હાહાકારમ મચી ગયો છે.સકંજાથી બચી શક્યા નથી. સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસના પરિણામ સ્વરુપે અવસાન થયું છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ નોંધાયા બાદથી હજુ સુધી સ્પેનમાં કેસોની સંખ્યા અવિરત દુનિયાભરમાં લાખો લોકોને સકંજામાં લઇ ચુકેલા કોરોના વાયરસના કારણે સ્પેનમાં હાલત અતિ ખાબ થઇ ચુકી છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્પેનમાં જીવલેણ કોરોના વાયરસના કારણે ૮૫૦ લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૪૮ કલાકના ગાળામાં જ સ્પેનમાં ૨૦૦૦ જેટલા લોકોના મોત થયા છે. આનો અર્થ એ થયો કે કે કોરોના ફેલાવાની ગતિ સ્પેનમાં હાલમાં સૌથી વધારે જોવા મળી રહી છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. સ્થિતી હાલમાં બેકાબુ બનેલી છે. સ્પેનમાં ગંભીર રહેલા લોકોની સંખ્યા છ હજાર કરતા વધારે છે.