મેડ્રીડ,તા.૧૧
યુરોપિયન દેશોમાં કોરોના વાયરસે હાહાકાર જારી રાખ્યો છે. સ્પેન સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાની અસર દેખાઇ રહી છે. કારણ કે પહેલા કરતા સ્થિતી કાબુમાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૪ લોકોના મોત થયા છે. આવી જ રીતે છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ૫૦૫૧ લોકો કોરોનાના સકંજામાં આવી ગયા છે. હજુ સ્પેન સરકાર વધારે અસરકારક પગલા લેવાના મુડમાં દેખાઇ રહી છે. યુરોપમાં હાલત ખરાબ થતા સ્પેનની સ્થિતી ખરાબ થઇ છે. હજુ સુધી તો સ્થિતી એવી હતી કે કબ્રસ્તાનમાં ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. દરેક ૧૫ મિનિટમાં એક લાશ પહોંચી રહી હતી. જો કે હવે સ્થિતિ ધીમી ગતિથી કાબુમાં આવી રહી છે. સ્પેનમાં આરોગ્યની વ્યવસ્થા ખુબ સારી હોવા છતાં તંત્રના પગલા અપુરતા સાબિત થઇ રહ્યા છે. ગંભીર દર્દીઓની સંખ્યા અહીં પણ ખુબ ઉંચી છે. કોરોના વાયરસની સામે જોરદાર જંગ લડવામાં વ્યસ્ત હોવા છતાં તેને પણ કોઇ મોટી સફળતા મળી રહી નથી. સ્પેનમાં પણ કેસોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી વધારો થઇ રહ્યો છે. સ્પેનમાં સ્થિતી એ છે કે હજુ સાત જેટલા લોકોની હાલત ખરાબ છે. તેમની બચવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. વિશ્વના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સ્પેન પણ સામેલ છે.