(એજન્સી) મેડ્રીડ, તા. ૮
સ્પેન પણ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કારણ કે સ્પેનમાં મોત અને કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. સ્પેનમાં કોરોના વાયરસે ભયાનક કોહરામ મચાવી દીધો છે. ઇટાલી બાદ સમગ્ર યુરોપમાં કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત સ્પેન છે. અહીં મોતનો આંકડો વધીને ૧૪૦૪૫ સુધી પહોંચી ગયો છે. જ્યારે કેસોની સંખ્યા વધીને ૧૪૧૯૪૨ સુધી પહોંચી ગયો છે. યુરોપમાં હાલત ખરાબ થતા સ્પેનની સ્થિતી ખરાબ થઇ છે. કબ્રસ્તાનમાં ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરેક ૧૫ મિનિટમાં એક લાશ પહોંચી રહી છે. આ વાયરસે આ દેશમાં ખતરનાક સ્થિતી સર્જી દીધી છે. દરેક બાજુ લાશોના ઢગલા થઇ ગયા છે. મજબુરી એવી છે કે લોકો પોતાના સગા સંબંધીના અંતિમસંસ્કારમાં પણ પહોંચી રહ્યા નથી. દેશના સૌથી મોટા કબ્રસ્તાન લા અલ્મુડેના જે મેડ્રીડમાં છે ત્યાં દરેક ૧૫ મિનિટમાં એક લાશને જોઇ શકાય છે. દરરોજ હજારો લોકોના મોત થઇ રહ્યા છે અને હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આરોગ્યની વ્યવસ્થા ખુબ સારી હોવા છતાં તંત્રના પગલા અપુરતા સાબિત થઇ રહ્યા છેગંભીર દર્દીઓની સંખ્યા અહીં પણ ખુબ ઉંચી છે. કોરોના વાયરસની સામે જોરદાર જંગ લડવામાં વ્યસ્ત હોવા છતાં તેને પણ કોઇ મોટી સફળતા મળી રહી નથી. સ્પેનમાં પણ કેસોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી વધારો થઇ રહ્યો છે. સ્પેનમાં સ્થિતી એ છે કે હજુ સાત જેટલા લોકોની હાલત ખરાબ છે. તેમની બચવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. વિશ્વના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સ્પેન પણ સામેલ છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ ગયા બાદ હવે દુનિયાના દેશોમાં તેનો આતંક જારી છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. સ્થિતી હાલમાં બેકાબુ બનેલી છે. સ્પેનમાં ગંભીર રહેલા લોકોની સંખ્યા છ હજાર કરતા વધારે છે. જે સંકેત આપે છે કે સ્થિતી હજુ વણસી શકે છે. દુનિયાના દેશોમાં લોકડાઉનના નિયમો હાલમાં અમલી છે. સ્પેનમાં લોકડાઉન પણ અમલી છે.