અમદાવાદ, તા.ર૬
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહપ્રવક્તા અને અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેર/જિલ્લામાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે ફાળવેલ રકમ અંગે પ્રશ્ન પૂછી માહિતી માંગી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારના પ્રવાસન મંત્રીએ જણાવેલ સ્થળોમાં ઐતિહાસિક સ્થળો જેવા કે સરખેજ રોજા, શાહેઆલમ દરગાહ, જામા મસ્જિદ તરફ દુર્લક્ષ સેવાયું હોય તેવું ચિત્ર ઉપલબ્ધ છે. રાજ્યનો પ્રવાસન વિભાગ વિવિધ મહોત્સવો જેવા કે રણોત્સવગ, પતંગોત્સવ, નવરાત્રિ મહોત્સવ વગેરે પાછળ કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરે છે અને સાચા પ્રવાસન સ્થળોની અવગણના કરે છે. આ સરખેજ રોજા, શાહેઆલમ દરગાહ, જામા મસ્જિદ જેવા સ્થળોનો પણ પ્રવાસન સ્થળોમાં સમાવેશ કરી તેનો વિકાસ કરવા શેખે માગણી કરી હતી. અન્ય એક પ્રશ્નમાં ખુદ સરકારે જ કબૂલ કર્યું છે કે, એક તરફ અમદાવાદને સ્માર્ટ સિટી, મેગા સિટી, મેટ્રો સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આ જ અમદાવાદ શહેરમાં ગરીબ બી.પી.એલ. પરિવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્યાસુદ્દીન શેખના બીજા એક પ્રશ્નના જવાબમાં વાહનવ્યવહાર વિભાગે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલ એસ.ટી. નિગમની બસોના ભાડા પેટે રૂા.એક કરોડથી વધારેની માતબર રકમ ચૂકવવાની બાકી છે. આ પરથી સાબિત થાય છે કે, એસ.ટી. બસો મુસાફરોના બદલે ભાજપ સરકારના સરકારી કાર્યક્રમોના તાયફા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં ગરીબ પરિવારોની સંખ્યા ઘટવાને બદલે વધી

Recent Comments