પર્થ, તા.૧૬
ઓસી. કપ્તાન સ્ટીવ સ્મિથની બેવડી સદી (અણનમ રર૯) અને મિશેલ માર્શની (અણનમ ૧૮૧) લાજવાબ ઈનિંગની મદદથી અત્રે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પકડ મજબૂત થઈ ગઈ છે. સ્મિથ અને માર્શ વચ્ચે પાંચમી વિકેટ માટે ૩૦૧ રનની રેકોર્ડ ભાગીદારી થઈ ચૂકી છે. પ્રથમ ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે અને તેની ૬ વિકેટ બાકી છે. સ્મિથની સિરીઝમાં આ બીજી સદી છે. તેની કારકિર્દીની રરમી ટેસ્ટ સદી છે. આ સાથે જ તેણે આ કેલેન્ડર વર્ષમાં એક હજાર રન પણ પૂરા કરી લીધા છે.
સ્કોર બોર્ડ
ઈંગલેનડ પ્રથમ ઈનિંગ ૪૦૩
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ
બેનક્રોફટ- કો. બેરસ્ટો બો.ઓવરટોન રપ
ઉસ્માન- એલબી વોકસ પ૦
સ્મિથ- અણનમ રર૯
શોન માર્શ- કો. રૂટ
બો.અલી ર૮
માર્શ-અણનમ ૧૮૧
વધારાના ૧૪
૪ વિકેટે પ૪૯
વિકેટ પતન : ૧/૪૪, ર/પપ, ૩/૧૭૯, ૪/ર૪૮
બોલિંગ
એન્ડરસન-ર૯-૮-૮પ-૦
બ્રોડ-ર૮-પ-૧૧ર-૦
વોકસ-૩ર-૪-૧૦૮-૧
ઓવરટોન-ર૩-૧-૧૦ર-ર
મોઈન-૩૧-૪-૧૦૪-૧
રૂટ-૩-૦-૧૩-૦
માલન-૬-૧-૧૩-૦