કોરોનાએ ઘરખર્ચનું ગણિત બગાડ્યું
અભ્યાસકાળ દરમ્યાનથી જ સિંગિંગનો શોખ ધરાવતા મયુરકુમાર લિજન્ડ સિંગર મો.રફીના પુત્ર મો.શાહીદ સાથે પણ સ્ટેજ શેર કર્યું છે
(મુસદ્દીક કાનુન્ગો) સુરત તા.૬
ચોકબજારસ્થિત ગાંધીપ્રતિમા વાળા રાઉન્ડ અબાઉટથી ટર્ન લો એટલે સામે અત્યંત સાફ-સુધરા અને સુંદર વસ્ત્રોમાં લારીવાળો દેખાશે. જે ખુબ પ્રેમથી સિંગોડાનું વિતરણ કરે છે. એટીકેટીમાં દેખાતા યુવાનને જોઈ અનેક લોકોને આશ્ચ્રર્ય થતું હશે કે આટલા સારા ઘરનો યુવાન કેમ આવી રીતે લારી ચલાવતો હશે. તો આપને જણાવી દઈએ કે, આ યુવાન સુરતના ફેમસ સિંગર મુસ્તુફા ઉર્ફે મયુર કુમાર છે જેમણે ૧૦૦૦થી વધુ સ્ટેજ શો કરીને સુરતના સંગીતપ્રેમીઓમાં જુદી છબિ કંડારી છે.
બાળપણથી સંગીત પ્રત્યે ઋચિ ધરાવતા મુસ્તુફાએ કોલેજ કાળ દરમિયાન મ્યુઝિકલ ઈવિનિંગમાં સિંગિગ કર્યું ત્યારબાદથી આખા ગુજરાતમાં અને મુંબઈ સુધી અનેક સ્ટેજ શો પરફોર્મ કર્યાં. નાની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર મયુર કુમારે સ્વમહેનતે પોતાની વિશિષ્ટ છબિ ઉભી કરી છે. તેમણે ઓરકેસ્ટ્રા પાર્ટી પણ ઉભી કરી છે જેના બેનર હેઠળ અનેક શુભપ્રસંગોને યાદગાર બનાવવામાં સહયોગ પુરો પાડ્યો છે. વોઈસ ઓફ કિશોર કુમારના સ્ટેશ શો કરનાર મયુર કુમાર દરેક પ્રકારના સોંગ ગાઈ શકે છે. ત્રણેક વર્ષ પૂર્વે સુરતના એક પ્રોગ્રામમાં પધારેલા લિજન્ડરી સિંગર મો,રફીના પુત્ર મો.શાહિદ સાથે પણ મયુર કુમારે સ્ટેજ શેર કર્યો એ ક્ષણ એમના માટે ખુબ યાદગાર છે.
Recent Comments