(એજન્સી) તા.૭
હજારો ઈઝરાયલી દેખાવકારો શનિવારે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ વિરુદ્ધ માર્ગો પર ઊતરી આવ્યા હતા અને દરમિયાન તેમને પદ પરથી બરખાસ્ત કરવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. ધ ન્યૂ અરબ ન્યૂઝે આ માહિતી આપી હતી. જેરુસલેમમાં હજારોની સંખ્યામાં ઈઝરાયલી નાગરિકો વડાપ્રધાનના નિવાસની સામે એકઠાં થયા હતા. આ દરમિયાન કાસેરિયા વિસ્તારમાં જ્યાં નેતાન્યાહૂનો પર્સનલ હોમ પણ આવેલ છે ત્યાં પણ મોટી સંખ્યામાં દેખાવકારો એકઠાં થયા હતા અને તેમણે નેતાન્યાહૂ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન ઈઝરાયલના અન્ય ભાગોમાં પણ દેખાવો કરાયા હતા. દેખાવકારો ભ્રષ્ટાચારના અનેક આરોપો મામલે લોકો નેતાન્યાહૂના રાજીનામાની માગ કરી રહ્યાં છે. લોકો તેની સામે કોરોના વાઈરસના સંકટ સામે પણ નિષ્ફળ જવાનો આરોપ મૂકી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઈરસના કેસ ઈઝરાયલમાં પણ સતત વધી રહ્યાં છે છતાં લોકો આ દરમિયાન વડાપ્રધાનનો વિરોધ કરવામાં એકજૂટ થતાં જરાય ખચકાયા નહોતા. એક ઈઝરાયલી નાગરિકે કહ્યું હતું કે અમારી આ ચળવળની સાથે નેતન્યાહૂ વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકો એકજૂટ થશે. દેખાવકારોએ રાજકીય સિસ્ટમમાં ધરખમ ફેરફારની માગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલી સરકાર કોરોના વાઈરસની મહામારી વિરુદ્ધ સારી રીતે લડી રહી છે છતાં સરકારની આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે. નેતાન્યાહૂ જાણે છે કે અર્થતંત્રને ફરી પુનઃજીવિત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ઈઝરાયલે ગુરુવારે ફરી ૩૦ વિસ્તારોમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.
Recent Comments