(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
સુરતના હજીરા વિસ્તારની ઓએનજીસીમાં ૨૫ વર્ષ જુના લીંમડા, ગુલમોહર અને પેલ્ટાફાર્મના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાની ફરિયાદ પછી વન વિભાગની ટીમે ઓએનજીસી પરિસરમાં ઇન્સ્પેક્શન કર્યું હતું.
આજે ઇચ્છાપોર અને ભાઠાગામના ગ્રામીણોએ જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને અને નાયબ વન સંરક્ષક સુરતને આવેદનપત્ર આપી વન વિભાગની મરજી વિના વૃક્ષોના નિકંદન માટે સૌરાષ્ટ્ર સિલિંગ એક્ટ ૧૯૫૧ મુજબ જવાબદાર અધિકારીઓ સામે કાનુની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામીણોએ એક ફરિયાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીન પણ કરી છે. ગઇકાલે દેવરાજ ચિત્તે નામના વન અધિકારીના નેતૃત્વમાં ગયેલી ટીમને ઓએનજીસીએ એવો ખુલાસો કર્યો હતો કે, ખેર અને છુબાવળના ૨૫ વર્ષ જુના વૃક્ષ પડી ગયા હતા. કંપનીએ કોઇ વૃક્ષ કાપ્યા નથી. જોકે, વન વિભાગની ટીમના ઇન્સપેક્શનમાં ઓએનજીસીની એક ગંભીર બેદરકારી છતી થઇ હતી.