(સંવાદદાતા દ્વારા) સુરત તા.૩૦
હજીરા વિસ્તારમાં રહેતી યુવતીને ફેસબુક ઉપર ભાવનગરના યુવક સાથે મિત્રતા થયા બાદ થયેલો પ્રેમસંબંધ ભારે પડ્યો છે. ફેસબુક પ્રેમીએ યુવતીને તેની સાથે લગ્ન કરી પત્ની તરીકે રાખવાની લાલચ આપી અવાર-નવાર સુરત મળતા આવતો ત્યારે ડુમસ અને સુવાલી ફરવા લઈ જઈ તેની મરજી વિરૂદ્ધ શારીરીક સંબંધો બાંધ્યા બાદ લગ્ન નહી કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી.
બનાવ અંગે હજીરા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ હજીરા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય પુજા (નામ બદલેલ છે)ને સન ૨૦૧૮માં ફેસબુક ઉપર હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે, નેસીયાગામ, તળાજા ભાવનગર) સાથે મિત્રતા થઈ હતી ત્યારબાદ બંને જણાએ એકબીજાનો મોબાઈલ નંબર આપલે કર્યો હતો અને અવાર નવાર મોબાઈલ પર વાતો કરતા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા હરપાલસિંહે પુજાને તેની સાથે લગન્‌ કરી પત્ની તરીકે સ્વીકારવાનું આાસન-ભરોસો આપ્યો હતો અને અવાર નવાર સુરત તેને મળવા આવતો ત્યારે સુવાલી અને ડુમસ ફરવા માટે જતા હતા ત્યારે પુજા સાથે શારીરીક સંબંધો બાંધ્યા હતા. તયારબાદ હરપાલસિંહે અન્ય યુવતી સાથે સગાઈ કરી પુજાને તરછોડી દીધી હતી. આ અંગેન પુજાને ખબર પડતા ગઈકાલે ફરિયાદ નોધાવી હતી.