ગાઈડ લાઈન મુજબ ૧૮થી ૬પ વર્ષના લોકો જ ફોર્મ ભરી શકશે

 

 

 

 

 

એક કવરમાં ફકત ૩ ઉમેદવારોને જ સામેલ કરી શકાશે

અમદાવાદ,તા.૭

હજ ર૦ર૧ માટે સઉદી અરેબિયા દ્વારા બહાર પડાયેલ કોરોના ગાઈડ લાઈન મુજબ હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા આવતીકાલે તારીખ ૭-૧૧-ર૦થી હજના ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ કરવામાં આવશે. હજ કમિટીની વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે આ  વખતે ૧૮ વર્ષથી નાના અને ૬પ વર્ષથી મોટા લોકો હજ કરવા જઈ શકશે નહીં હજના ફોર્મ તારીખ ૧૦-૧ર-ર૦ર૦ સુધી ભરી શકાશે. કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને હજ ગાઈડલાઈન્સમાં મહત્વના ફેરફારો કરવામાં આવેલ છે. તેમ છતાં કિંગડમ ઓફ સઉદી અરેબિયા તરફથી જે કોઈ સુચનાઓ આવશે તે મુજબ પાછળથી પણ ફેરફાર થવાની શકયતા રહેશે.  અરજદારે ફોર્મ ભરવામાં નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે

૧. તા.૭-૧૧-ર૦થી તા.૧૦-૧ર-ર૦ સુધી હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ hajcommittee.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ર. અરજી સાથે ભરવાના રૂપિયા ૩૦૦/-ની ફી ફોર્મ સબમીટ કરતા પહેલા ઓપ્શનમાં આપેલ લીંક મારફતે ઓનલાઈન પેમેન્ટ દ્વારા સ્વીકારવામાં આવશે.

૩. એક કવરમાં ફકત ત્રણ ઉમેદવારોને સામેલ કરી શકાશે.

૪. ઉમેદવારની ઉંમર તા.૭-૧૧-ર૦ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધારે અને ૬પ વર્ષ કે તેથી ઓછી ઉંમર હોવી જોઈશે.

પ. પાસપોર્ટની ઈશ્યુ તા.૧૦-૧ર-ર૦ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઈશ્યુ થયેલ હોવો જોઈએ તેમજ પાસપોર્ટની વેલીડીટી તા.૧૦-૧-ર૦રર કે તેથી વધારે હોવી જોઈએ.

૬. હજ યાત્રાની સમયગાળો ૩૦થી ૩પ દિવસનો રહેશે, અકોમોડેશન માટે ફકત એક જ કેટેગરી રહેશે (અઝીઝીયા અને તેને સમકક્ષ)

૭. એમ્બાર્કેશન પોઈન્ટ ગુજરાતના હાજીઓ માટે અમદાવાદ રહેશે.

૮. હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી સ્ટાન્ડર્ડ બેગો આપવામાં આવશે.

૯. એનઆરઆઈ અરજી કરી શકશે નહીં.

૧૦. હજ માટેનો કુલ ખર્ચ અંદાજિત ૩,૭પ,૦૦૦/- જેટલો થવા જાય છે. જેનો પ્રથમ હપ્તો રૂપિયા ૧,પ૦,૦૦૦/-રહેશે.

૧૧. હજ ફોર્મ ભરતા પહેલા દરેક ઉમેદવારે હજ ગાઈડલાઈન વાંચી સમજીને ફોર્મ ભરવાના  રહેશે.

૧ર.મહેરમ વગર જવા ઈચ્છુક સ્ત્રી ઉમેદવાર ત્રણના ગ્રુપમાં અરજી કરી શકશે તેમના માટે ઉંમરની મર્યાદા તા.૭-૧૧-ર૦ના રોજ ૪પ વર્ષ કે તેથી વધુ અને ૬પ વર્ષ કે તેથી નીચેની હોવી જોઈશે.

૧૩. અરજી કરનાર દરેક ઉમેદવારે તેના ફોર્મમાં પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. આજ નંબર ઉપર ઓટીપી, હજ માટેના તમામ મેસેજ તેમજ હજ પછી રીફંડ માટેના મેસેજ મોકલી જાણ કરવામાં આવશે.

૧૪.પાસપોર્ટ સાઈઝનો કલર ફોટો (૭૦ ટકા ચહેરો અને ૩૦ ટકા શરીરનો ભાગ, બંને કાન સ્પષ્ટ દેખાય અને સફેદ બેકગ્રાઉન્ડમાં લેવાયેલ ફોટો) size of digital photo should be between 5-20 kb.

૧પ. પાસપોર્ટ કરતા રહેઠાણ જુદા ઠેકાણે હોય ત્યારે તેના પુરાવા માટે વધારાનો પુરાવો.

૧૬. નજીકના સંબંધી કે જે હજમાં જવાના ના હોય તેમનું નોમીનેશન કરવા તેમનું નામ, સંબંધ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો વગેરે.

૧૭. કોઈપણ વિગતોમાં ભૂલ જણાશે તો તેની વિગતો માંગવામાં આવશે. અને તે વિગતો ગુજરાત હજ કમિટીના Email: compcell. gshc@gmail.comપર તાત્કાલિક મોકલી આપવાની રહેશે તે પછી જ કવર નંબર જનરેટ કરવામાં આવશે અને તેની જાણ એસએમએસ અને Acknowledgement slipદ્વારા કરવામાં આવશે જો આ જાણકારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ન મળે તો ઉમેદવારે ગુજરાત હજ હાઉસ, અમદાવાદનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

૧૮. ફોર્મ ભર્યા પછી દરેકની ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજોની નકલ ડ્રો સુધી સાચવવાની રહેશે અને ડ્રોમાં સફળ ઉમેદવારોને આ દસ્તાવેજો જમા કરાવવાની સૂચના આપવામાં આવે ત્યારે હજ હાઉસ, કાલુપુર, અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે.

૧૯. હજ-ર૦ર૧ માટેની તમામ સુચનાઓ/ફેરફારો માટે નીચેની વેબસાઈટ ચેક કરતા રહેવા જણાવવામાં આવે છે.