વાપી, તા.૧૯
નરેન્દ્ર મોદીની સરકારે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ હજ યાત્રીઓને મળતી સબસિડી નાબૂદ કરવા માટેનો સમય ૨૦૧૨થી ૨૦૨૨ સુધીમાં તબક્કાવાર સમાપ્ત કરવાનું જણાવ્યું હતું તે સબસિડીને ૨૦૧૮માં જાન્યુઆરી માસમાં કેન્સલ કરવામાં આવી અને રદ કરવામાં આવી અને ભાજપની સરકાર દ્વારા તેનો યશ તમામ મીડિયામાં પોતે લઈ રહ્યા છે જ્યારે આ સર્વોચ્ચ અદાલતનો આદેશ છે કે, આની સામે દેશમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે અને મુસ્લિમ અગ્રણીઓ તથા મુસ્લિમ સમાજ તરફથી સબસિડી નાબૂદ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આનો ફાયદો ખોટ ખાતી ઇન્ડિયન એરલાઇન્સને આપવામાં આવતો હતો અને બદનામ મુસ્લિમોને કરવામાં આવતા હતા તેની સામે ૨૦૧૨માં આફતાબ આલમની બેંચે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપ્યો અને સબસિડીને ૨૦૨૨ સુધીમાં તબક્કાવાર નાબૂદ કરવાનો આદેશ આપ્યો નાબૂદ થઈ તેનો યશ સુપ્રીમ કોર્ટને અને સબસિડી નાબૂદ કરવા માટે વરસો સુધી આંદોલન કરનારા મુસ્લિમ અગ્રણીઓને જાય છે. વલસાડ જિલ્લામાં પણ સુપ્રીમ કોર્ટના આદેશથી આ સબસિડી નાબૂદ થતાં મુસ્લિમ અગ્રણીઓએ ખૂબ ખુશી વ્યક્ત કરી છે. જમિયત ઉલેમા હિન્દ વાપીના પ્રમુખ ઇન્તેખાબખાન હનીફ બેલીમ, હાજી અબ્દુલ વહાબખાન, અફોજખાન, અસલમભાઈ, ફારૂખ સોલંકી, અનવરભાઇ શેખ તથા અન્ય અગ્રણીઓ જણાવે છે કે, સમગ્ર ભારત દેશના મુસ્લિમોની માગણી હતી કે, એર ઇન્ડિયાને ફાયદો કરાવતી આ હજ સબસિડી નાબૂદ કરવામાં આવે અને મુસ્લિમોને બદનામ કરવાનું બંધ કરવામાં આવે અને તેઓએ સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે. વલસાડ જિલ્લાના મુસ્લિમ અગ્રણી અયાઝ શેખે જણાવ્યું કે, સબસિડી નાબૂદ કરવાની ક્રેડિટ સુપ્રીમ કોર્ટને આપવી જોઈએ. ધારાશાસ્ત્રી શેખે જણાવ્યું કે, હાલમાં મક્કા શરીફ ભારત આવવા જવા માટે હજ યાત્રીઓના કોટા ૧,૩૬,૦૦૦ હજાર છે અને ગયા વર્ષે ભારત સરકારે સબસિડીના ૬૯૧ કરોડ મંજૂર કર્યા હતા અને ૬૯૧ કરોડને દરેક હાજી સાથે ભાગાકાર કરતાં દરેક હાજીને ૫૦,૦૦૦ રૂપિયા સબસિડી આપવામાં આવે છે તેવું ગણવામાં આવે. જમાત-એ-ઇસ્લામી હિન્દ વાપીના પ્રમુખ ડોક્ટર મલિકે જણાવ્યું છે કે, જો કે સુપ્રીમ કોર્ટના આદેશથી હસાવશે સબસિડીને નાબૂદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને આવકારીએ છીએ અને હજ સબસીડી નાબૂદ કરીને આલુ લઘુમતી મુસ્લિમોના ગરીબ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચવામાં આવશે તો સુપ્રિમ કોર્ટનો આદેશ ખુબ જ સરસ રહે છે.