(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
હજ સબસિડીને બંધ કરવી એ બહુમતીઓના મત મેળવવા માટેની ભાજપ સરકારની વ્યૂહરચનાનો ભાગ છે. નક્કી કરેલા સમયના ચાર વર્ષ પહેલાં હજ સબસિડી બંધ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો ? ક્યાંક આની પાછળ હિંદુત્વની એ રેખાને વધારે મજબૂત કરવાની તો ઈચ્છા નથી. જેને કોંગ્રેસથી લઈને ટી.એમ.સી. સુધી દરેકે અંકિત કરી હતી. હજ સબસિડીના નામે એર ઈન્ડિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા તેને રજૂ કરવામાં આવી હતી. ભાજપ સરકારે તાજેતરમાં જ એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે જ્યારે એર ઈનડિયાની જરૂરિયાત પૂરી થઈ ગઈ તો હજ સબસિડીને પાછી ખેંચવામાં આવી. હવે જોવાનું એ છે કે સરકાર એર ઈન્ડિયાના એકાધિકારને તોડવા માટે હજ યાત્રીઓ માટે આંતરરાષ્ટ્રીય અરજીઓને આમંત્રણ આપશે કે નહીં. જો કે સબસિડીને પાછી ખેંચવી એ આંકડાઓની જાદુગરી છે. આ સબસિડીને પાછી લેવી એ આંકડાઓની સાથે જાદુગરી કરવા જેવું છે. આ કંઈક એવું જ છે કે કોઈના ખિસ્સાના પૈસા કાઢીને તેના અડધા ભાગનું દાન કરી દેવામાં આવે.
હજ સબસિડી બંધ કરવી એ ભાજપ સરકારની વ્યૂહરચનાનો ભાગ

Recent Comments